Bhool Bhulaiyaa2: કાર્તિક આર્યન સાથે કામ કરતી જોવા મળશે કિયારા અડવાણી

21 September, 2019 06:12 PM IST  |  મુંબઈ ડેસ્ક

Bhool Bhulaiyaa2: કાર્તિક આર્યન સાથે કામ કરતી જોવા મળશે કિયારા અડવાણી

કિયારા અડવાણી, કાર્તિક આર્યન

પ્યાર કા પંચનામાં ફિલ્મ સાથે ડેબ્યૂ કરતાં બોલીવુડના લોકપ્રિય એક્ટર કાર્તિક આર્યન ટૂંક સમયમાં જ ફિલ્મ ભૂલ ભૂલૈયા2માં જોવા મળશે. ફિલ્મમાં ફીમેલ લીડ રોલ ભજવવા માટે કેટલાય દિવસથી અભિનેત્રીની શોધ થઈ રહી હતી જે હવે પૂરી થઈ ગઈ છે. આ ફિલ્મમાં કાર્તિક સાથે અન્ય કોઇ નહીં પણ કબીર સિંહ ફેમ અભિનેત્રી કિયારા અડવાણી દેખાવાની છે.

આ ફિલ્મમાં કાર્તિક સાથે કામ કરવા માટે કિયારા અડવાણી ખૂબ જ ઉત્સાહિત છે.

કિયારાએ તાજેતરમાં જ ફિલ્મનો ભાગ હોવાની ખુશખબરી પોતાના ચાહકોને આપતાં લખ્યું, તેરી આંખે ભૂલ ભૂલૈયા, હું તમારી સાથે શૅર કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું, હું આ સફરને કાર્તિક સાથે શરૂ કરવા માટે રાહ જોઈ શકતી નથી. કિયારા અડવાણીની આ પોસ્ટ જોઇને ચાહકો પણ ખૂબ જ ઉત્સાહિત છે.

આ પોસ્ટ સાથે કિયારાએ પોતાની એક સુંદર તસવીર પણ શૅર કરી છે. જેમાં તેણે રેડ લેપર્ડ પ્રિન્ટેડ શર્ટ પહેર્યું છે, અને એક ગોલ્ડન બેલ્ટ પહેરેલું છે.

કબીર સિંહ જેવી બ્લૉકબસ્ટર ફિલ્મ આપ્યા પછી હાલ કિયારા પોતાની આગામી ફિલ્મ શેરશાહની શૂટિંગમાં વ્યસ્ત છે. શેરશાહ એક કારગિલ યુદ્ધના હિરો વિક્રમ બત્રાની બાયોપિક છે. ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા વિક્રમ બત્રાનું પાત્ર ભજવી રહ્યો છે.

આ પણ વાંચો : Happy Birthday Kareena: પ્રેમાળ માતા અને પર્ફેક્ટ પત્ની છે બેબો, જુઓ તસવીરો

આ સિવાય કિયારાએ તાજેતરમાં જ ફિલ્મ ઇન્દૂ કી જવાની પણ સાઇન કરી છે, જે ગાઝિયાબાદમાં રહેતી એક છોકરીની સ્ટોરી હશે. ટૂંક સમયમાં જ તેની ફિલ્મ ગુડ ન્યૂઝ રિલીઝ થવાની છે જે એક કૉમેડી ડ્રામા હશે. સાથે જ તે ટૂંક સમયમાં જ અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ લક્ષ્મી બમમાં મુખ્ય ભૂમિકા ભજવશે.

kiara advani kartik aaryan bollywood bollywood events bollywood gossips bollywood news akshay kumar