03 September, 2026 01:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ખુશી કપૂર અને આકાશ મહેતા
શ્રીદેવી અને બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂર પોતાના બાળપણના પ્રેમી આકાશ મહેતા સાથે રિલેશનશિપમાં હોવાના રિપોર્ટ છે. ખુશીની બૉલીવુડમાં એન્ટ્રી થઈ એ પહેલાં તે અને આકાશ એકબીજાને ડેટ કરતાં હોવાનું કહેવાય છે. જોકે પછી ખુશીના જીવનમાં ‘ધી આર્ચીઝ’ના કો-સ્ટાર વેદાંગ રૈનાની એન્ટ્રી થઈ હતી. મળતી માહિતી પ્રમાણે ખુશી અને વેદાંગ લગભગ બે વર્ષ સુધી રિલેશનશિપમાં હતાં અને આ વર્ષની શરૂઆતમાં બન્નેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો.
આ બ્રેકઅપ વિશે વાત કરતાં ખુશીની નજીકની એક વ્યક્તિએ માહિતી આપી હતી કે ‘આ બ્રેકઅપ ખુશી માટે મુશ્કેલ રહ્યું હતું અને તેને એમાંથી બહાર આવવા તથા આગળ વધવા માટે થોડો સમય લાગ્યો હતો. જોકે હવે તે આકાશ સાથે ખુશ છે અને કોઈ અન્ય ઍક્ટરને ડેટ કરવા માગતી નથી.’