05 March, 2026 12:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ખુશી કપૂર
ઍક્ટ્રેસ ખુશી કપૂર પોતાની મમ્મી શ્રીદેવીની છેલ્લી ફિલ્મની સીક્વલ ‘મૉમ 2’માં કામ કરવા જઈ રહી છે. શ્રીદેવીને ૨૦૧૭માં આવેલી ‘મૉમ’ માટે મરણોત્તર બેસ્ટ ઍક્ટ્રેસનો નૅશનલ ફિલ્મ અવૉર્ડ મળ્યો હતો. ખુશીએ ૨૦૨૩માં ‘ધી આર્ચીઝ’થી બૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતું અને હવે તે ‘મૉમ 2’ના શૂટિંગ માટે નોએડા પહોંચી ગઈ છે. ‘મૉમ 2’નું પ્રોડક્શન ખુશીના પિતા બોની કપૂર કરી રહ્યા છે. ‘મૉમ 2’ ઉત્તર પ્રદેશના નોએડામાં યમુના એક્સપ્રેસવે પાસે બનેલી નવી ઇન્ટરનૅશનલ ફિલ્મસિટીમાં શૂટ થનાર પ્રથમ ફિલ્મ બની છે.