શું છે કાર્તિકનો રેઝોલ્યુશન? 

06 January, 2023 05:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ન્યુ યર સેલિબ્રેટ કરવા માટે તે લંડન ગયો હતો

કાર્તિક આર્યન

કાર્તિક આર્યને આ વર્ષનો તેનો રેઝોલ્યુશન જણાવ્યો છે. નવું વર્ષ આવતાં લોકો નિતનવા સંકલ્પ લે છે. કેટલાક લોકો સવારે વહેલા જાગવાનો તો કેટલાક લોકો પોતાને હેલ્ધી રાખવાના રેઝોલ્યુશન લે છે. એવામાં કાર્તિકે પણ એક સંકલ્પ લીધો છે. ન્યુ યર સેલિબ્રેટ કરવા માટે તે લંડન ગયો હતો. ત્યાંનો પોતાનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી, ‘વધુને વધુ ટ્રાવેલ કરવું એ મારો ૨૦૨૩નો રેઝોલ્યુશન છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood kartik aaryan