સારા અલી ખાન માટે કાર્તિકે આપ્યો કેટરિના કૈફને દગો, જાણો શું છે મામલો

23 August, 2019 02:54 PM IST  | 

સારા અલી ખાન માટે કાર્તિકે આપ્યો કેટરિના કૈફને દગો, જાણો શું છે મામલો

કાર્તિક આર્યન અને સારા અલી ખાન એકબીજામાં એટલા ખોવાઈ ચુક્યા છે, હાલ એ છે કે બન્ને એકબીજાને મળ્યા વગર રહેતા નથી. હાલમાં જ સારા અલી ખાન કાર્તિકને લેવા માટે મુંબઈ એરપોર્ટ પહોંચી હતી. માનવામાં આવી રહ્યું છે કે કાર્તિકે કેટરિના કૈફ સાથેની એક ઈવેન્ટમાં જવાનું રદ કર્યું હતું કારણકે તેને સારાને મળવા જવાનું હતું. કાર્તિક-સારા કઈ પણ રીતે એકબીજા માટે સમય કાઢી લે છે.

માનવામાં આવી રહ્યું છે કે, કાર્તિકને કેટરિના સાથે બાલીમાં એક લગ્નમાં હાજર રહેવાનું હતું પરંતુ કાર્તિકે ઈવેન્ટમાં જવાનું રદ્દ કર્યું હતું. સારા અલી ખાનને આ પ્રોગ્રામ રદ્દ કરવાનું પાછળનું કારણ માનવામાં આવી રહ્યું છે. કાર્તિકે બાલી જવાની જગ્યાએ ઈન્ડિયામાં રહેવાનો નિર્ણય કર્યો હતો જેના કારણે સારા અલી ખાન સાથે ડેટ પર જઈ શકે. કાર્તિક અને સારાએ પોતાના સંબંધોને જાહેરમાં સ્વીકાર કર્યો નથી જો કે સારા-કાર્તિકની કેમેસ્ટ્રી બધુ જ કહી જાય છે. બન્ને સ્ટાર ઘણીવાર એકબીજા સાથે જોવા મળે છે. ક્યારે સારા કાર્તિકને મળવા સેટ પર પહોંચી જાય છે તો ક્યારેક કાર્તિક સારાને મળવા સેટ પર પહોંચી જાય છે. હાલમાં જ બન્નેના એરપોર્ટ પરના ફોટોઝ વાઈરલ થયા હતા.

આ પણ વાંચો: કાર્તિક આર્યન અને અનન્યા પાંડેનો રોમેન્ટિક ફોટો લીક, થઈ રહ્યો છે વાઈરલ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા અને કાર્તિક ઈમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજ કલ 2માં જોવા મળશે. ફિલ્મની શૂટિંગ દરમિયાન બન્ને સ્ટાર એકબીજાના ઘણા નજીક આવ્યા હતાં. આ સિવાય કાર્તિક આર્યન અનન્યા પાન્ડે સાથે પતિ પત્ની ઓર વોમાં પણ જોવા મળશે. સારા પણ વરૂણ ધવન સાથે કૂલી નં-1માં જોવા મળશે જેનું મોશન પોસ્ટર હાલમાં જ સારાના બર્થ-ડેના દિવસે રિલીઝ કરવામાં આવ્યું હતું.

kartik aaryan sara ali khan gujarati mid-day