Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કાર્તિક આર્યન અને અનન્યા પાંડેનો રોમેન્ટિક ફોટો લીક, થઈ રહ્યો છે વાઈરલ

કાર્તિક આર્યન અને અનન્યા પાંડેનો રોમેન્ટિક ફોટો લીક, થઈ રહ્યો છે વાઈરલ

23 August, 2019 02:37 PM IST | મુંબઈ

કાર્તિક આર્યન અને અનન્યા પાંડેનો રોમેન્ટિક ફોટો લીક, થઈ રહ્યો છે વાઈરલ

કાર્તિક આર્યન અને અનન્યા પાંડેનો રોમેન્ટિક ફોટો લીક, થઈ રહ્યો છે વાઈરલ


કાર્તિક આર્યન હાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'પતિ, પત્ની ઓર વો'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યનની સાથે અનન્યા પાંડે અને ભૂમિ પેડનેકર પણ લીડ રોલમાં છે. ફિલ્મના સેટ પરની કેટલીક તસવીરો સામે આવી છે, જેનાથી સારા અલી ખાનને પ્રોબ્લેમ હોઈ શકે છે. અનન્યા પાંડે અને કાર્તિક આર્યનના જે ફોટોઝ અને વીડિયોઝ સામે આવ્યા છે, તેમાં બંને થોડાક રોમેન્ટિક મૂડમાં દેખાઈ રહ્યા છે.




આ ફોટોમાં દેખાઈ રહ્યું છે કે કાર્તિક આર્યન અનન્યાને પકડીને ઉભા છે, જો કે ફોટોમાં અનન્યાનો ચહેરો નથી દેખાઈ રહ્યો. ફોટો લીક થવાની સાથે એ પણ ખુલાસો થયો છે કે આ ફિલ્મમાં કાર્તિક આર્યનનો લૂક કેવો હશે. તમને જણાવી દઈએ કે ફિલ્મનું શૂટિંગ હાલ લખનઉમાં ચાલી રહ્યું છે. આ પહેલો ફોટો છે, જે સેટ પરથી લીક થયો છે.


કાર્તિકના વર્ક ફ્રંટની વાત કરીએ તો તે બેક ટુ બેક ત્રણ ફિલ્મોમાં દેખાશે. ટૂંક સમયમાં જ તે સારા અલી ખાન સાથે લવ આજ કલ 2માં દેખાશે. ફિલ્મનું શૂટિંગ સમાપ્ત થઈ ચૂક્યુ છે. આ ઉપરાંત કાર્તિક હાલ પતિ, પત્ની ઓર વોનું શૂટિંગ કરી રહ્યા છે. બાદમાં કાર્તિક અક્ષયકુમારની ફિલ્મ 'ભૂલભૂલૈયા'ના બીજા પાર્ટ ભૂલ ભૂલૈયા 2માં લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મનું પોસ્ટર પણ જાહેર થઈ ચૂક્યુ છે. ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ થઈ ચૂક્યુ છે. આ ઉપરાંત કાર્તિક આર્યન હાલ પોતાના સારા અલી ખાન સાથેના સંબંધોને લઈને પણ ચર્ચામાં છે.

Whatsapp-channel Whatsapp-channel

23 August, 2019 02:37 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK