ફિલ્મ સાવ ફ્લૉપ ગઈ એટલે કાર્તિક આર્યને ફીમાં આપ્યું ૧૫ કરોડ રૂપિયાનું ડિસ્કાઉન્ટ

16 January, 2026 03:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાર્તિક આર્યન પોતાની આવનારી ફિલ્મ ‘નાગઝિલા’ને લઈને ચર્ચામાં છે. તેની અનન્યા પાંડે સાથેની છેલ્લી ફિલ્મ ‘તૂ મેરી મૈં તેરા, મૈં તેરા તૂ મેરી’ સંપૂર્ણપણે ફ્લૉપ સાબિત થઈ છે. એ પછી કાર્તિક પોતાનું સંપૂર્ણ ફોકસ આવનારા પ્રોજેક્ટ્સ પર કેન્દ્રિત કરવા માગે છે.

કાર્તિક આર્યન

રિપોર્ટ પ્રમાણે ‘તૂ મેરી મૈં તેરા, મૈં તેરા તૂ મેરી’ ફ્લૉપ સાબિત થતાં કાર્તિકે આ ફિલ્મની ફીમાં ૧૫ કરોડ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું છે. બૉલીવુડ સાથે સંકળાયેલી વ્યક્તિએ જણાવ્યું હતું કે ‘કાર્તિકે ફિલ્મની નિષ્ફળતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો અને ફિલ્મ રિલીઝ થયા પછી થોડા દિવસોમાં જ તેણે આ પગલું ભર્યું હતું. કાર્તિકના આ પગલાથી પ્રોડ્યુસર્સને થયેલા નુકસાનમાં ઘણી મદદ મળશે. આ પહેલાં પણ કાર્તિકે તેની ફિલ્મ ‘શાહઝાદા’ બૉક્સ-ઑફિસ પર ફ્લૉપ થઈ હતી ત્યારે ફીનો મોટો ભાગ છોડી દીધો હતો.

kartik aaryan Ananya Panday upcoming movie latest trailers latest films bollywood buzz bollywood news bollywood entertainment news