કાર્તિક અને સારા ફરી સાથે થયાં?

03 January, 2023 03:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સારાએ તેની ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે લંડનમાં ​ન્યુ યર સેલિબ્રેટ કર્યું હતું

કાર્તિક અને સારા ફરી સાથે થયાં?

કાર્તિક આર્યન અને સારા અલી ખાન ફરી એકમેકને ડેટ કરી રહ્યાં હોય એવું લાગી રહ્યું છે. સારાએ તેની ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે લંડનમાં ​ન્યુ યર સેલિબ્રેટ કર્યું હતું. જોકે બીજી તરફ કાર્તિક પણ લંડનમાં જ હતો અને ન્યુ યર સેલિબ્રેટ કરી રહ્યો હતો. નવાઈની વાત એ હતી કે બન્ને એક જગ્યાએ હતાં અને તેમની સ્ટોરીમાં જે-જે લોકેશન હતાં એ પણ સરખાં જ હતાં. તેમની વચ્ચે ‘લવ આજ કલ’ના સેટ પર નજદીકી વધી હતી અને ત્યાર બાદ તેમનું બ્રેકઅપ પણ થઈ ગયું હતું. જોકે હાલમાં એવી પણ ચર્ચા ચાલી હતી કે તે હૃતિક રોશનની કઝિન પશ્મિના રોશનને ડેટ કરી રહ્યો છે. જોકે સારા સાથે લંડનમાં હોવાની ચર્ચા વચ્ચે નવી-નવી અટકળો સામે આવી રહી છે.

entertainment news bollywood news bollywood gossips bollywood sara ali khan kartik aaryan