25 February, 2026 01:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાર્તિક આર્યન અને અનન્યા પાંડે
કાર્તિક આર્યન અને અનન્યા પાંડેને લીડ રોલમાં ચમકાવતી ‘તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી’ ગયા વર્ષે ક્રિસમસની રજાઓ દરમ્યાન પચીસ ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવી હતી. ૯૦ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ મૉડર્ન રોમૅન્ટિક કૉમેડીને રિલીઝ થયા પછી ખાસ સફળતા નહોતી મળી અને ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ફ્લૉપ સાબિત થઈ હતી. જોકે થિયેટરમાં નિષ્ફળ રહેલી આ ફિલ્મનું ડિજિટલ પ્રીમિયર બાદ નસીબ બદલાયું. આ ફિલ્મ તાજેતરમાં OTT ઍમૅઝૉન પ્રાઇમ વિડિયો પર આવી અને ટૂંક સમયમાં જ પ્લૅટફૉર્મ પર નંબર વન ટ્રેન્ડિંગ સ્થાને પહોંચી ગઈ છે. હવે આ ફિલ્મને દર્શકોનો નવો વર્ગ મળ્યો છે જેમાંથી ઘણા લોકોએ એને પ્રથમ વખત જોઈ છે.