તૈમુર માટે કરીનાનો આ છે કરીઅર પ્લાન, જાણીને ચોંકી જશો

07 August, 2019 04:29 PM IST  |  મુંબઈ

તૈમુર માટે કરીનાનો આ છે કરીઅર પ્લાન, જાણીને ચોંકી જશો

આ છે તૈમુર માટે કરીનાનો કરિઅર પ્લાન

સામાન્ય રીતે બોલીવુડ સ્ટાર્સ એવું જ ઈચ્છે કે તેમના બાળકો પણ મોટા થઈને એક્ટર બને. પોતાના બાળકોના બોલીવુડ ડેબ્યૂ માટે સ્ટાર્સ ઘણી તૈયારી કરે છે. પરંતુ તૈમૂર અલી ખાનની માતા એટલે કે કરીના એવું નથી ઈચ્છતી. કરીના ઈચ્છતે છે કે તેમનો દીકરો એક ક્રિકેટર બને.

કરીના હાલ ડાન્સ રિઆલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સને જજ કરી રહી છે. હાલમાં જ આ શોમાં કપિલ દેવ મહેમાન બનીને પહોંચ્યા હતા. શોમાં તેમણે ખૂબ જ મસ્તી કરી. આ દરમિયાન કરીના કપૂર ખૂબ જ એક્સાઈટેડ નજર આવી. અહીં તેમણે જણાવ્યું કે તે તૈમૂરને ક્રિકેટર બનાવવા માંગે છે. કરીનાએ કપિલ દેવનો એક બેટ પર ઑટોગ્રાફ પણ લીધો.

તમને યાદ હશે કે વર્લ્ડ કપ 2019 દરમિયાન તૈમૂરનો ફોટો વાયરલ થઈ રહ્યો હતો. એ ફોટોમાં તે ટીમ ઈન્ડિયાને ચીઅર કરી રહ્યા હતા.


તમને જણાવી દઈએ કે તૈમુરની પોપ્યુલારિટી કોઈ સેલિબ્રિટીથી ઓછી નથી. તેમના ક્યૂઝ ફોટોસ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. કેટલાક દિવસો પહેલા લંડનથી તૈમુરનો એક ફોટો વાયરલ થયો હતો જેમાં તે બરફમાં મસ્તી કરતો નજર આવી રહ્યો હતો. આ દરમિયાન કરીને પણ તેમની સાથે હતી જે પણ મસ્તી કરી રહી હતી.

આ પણ જુઓઃ કૌશાંબી ભટ્ટની ડાન્સરથી એક્ટર સુધીની સફરને જાણો ખૂબસૂરત તસવીરો સાથે..

કરીનાના કામની વાત કરીએ તો આ સમયે તે ઈરફાન ખાન સાથેની તેની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે ઈરફાન ખાન લીડ રોલમાં છે.

taimur ali khan kareena kapoor saif ali khan