કૌશાંબી ભટ્ટની ડાન્સરથી એક્ટર સુધીની સફરને જાણો ખૂબસૂરત તસવીરો સાથે..

Aug 07, 2019, 12:38 IST
 • ખૂબ જ સરસ ડાન્સર, ઉમદા અભિનેત્રી અને ગાલમાં પડતા ખંજનો. આ છે આપણી પોતાની કૌશાંબી ભટ્ટ.

  ખૂબ જ સરસ ડાન્સર, ઉમદા અભિનેત્રી અને ગાલમાં પડતા ખંજનો. આ છે આપણી પોતાની કૌશાંબી ભટ્ટ.

  1/23
 • કૌશાંબીની ફિલ્મ ધુનકી તાજેતરમાં જ રિલીઝ થઈ છે. અને લોકો તેની અંકિતા તરીકેની ભૂમિકાને ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે.

  કૌશાંબીની ફિલ્મ ધુનકી તાજેતરમાં જ રિલીઝ થઈ છે. અને લોકો તેની અંકિતા તરીકેની ભૂમિકાને ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે.

  2/23
 • કૌશાંબીની વધુ એક ફિલ્મ મોન્ટુની બિટ્ટુ પણ રીલિઝ થવા જઈ રહી છે. જેના ટ્રેલરે પણ ચાહકોમાં ઘણી ઉત્સુકતા જગાવી છે. સાથે જયેશ મોરે સાથે પણ તેઓ એક ફિલ્મ કરી રહ્યા છે.

  કૌશાંબીની વધુ એક ફિલ્મ મોન્ટુની બિટ્ટુ પણ રીલિઝ થવા જઈ રહી છે. જેના ટ્રેલરે પણ ચાહકોમાં ઘણી ઉત્સુકતા જગાવી છે. સાથે જયેશ મોરે સાથે પણ તેઓ એક ફિલ્મ કરી રહ્યા છે.

  3/23
 • રાજકોટની આ યુવતીએ ઉચ્ચ અભ્યાસ કર્યો છે. કૌશાંબીએ BBA અને ડબલ માસ્ટર્સ કર્યું છે.

  રાજકોટની આ યુવતીએ ઉચ્ચ અભ્યાસ કર્યો છે. કૌશાંબીએ BBA અને ડબલ માસ્ટર્સ કર્યું છે.

  4/23
 • એક ડાન્સરથી અભિનેત્રી બનવા સુધીની કૌશાંબીની સફર આસાન નહોતી. પરંતુ તેણે બધા પડકારોનો સામનો કર્યો અને પોતાનું સ્થાન બનાવ્યું.

  એક ડાન્સરથી અભિનેત્રી બનવા સુધીની કૌશાંબીની સફર આસાન નહોતી. પરંતુ તેણે બધા પડકારોનો સામનો કર્યો અને પોતાનું સ્થાન બનાવ્યું.

  5/23
 • કૌશાંબીના માતાની ઈચ્છા હતી કે તે કોઈ સર્ટેઈન કરીઅર ચૂઝ કરે.  જેમાં જોબ સિક્યોરિટી હોય.

  કૌશાંબીના માતાની ઈચ્છા હતી કે તે કોઈ સર્ટેઈન કરીઅર ચૂઝ કરે.  જેમાં જોબ સિક્યોરિટી હોય.

  6/23
 • કૌશાંબી જ્યારે BBA કરી રહ્યા હતા ત્યારે જે તેને લાગ્યું હતું કે આ તે નહીં કરી શકે.

  કૌશાંબી જ્યારે BBA કરી રહ્યા હતા ત્યારે જે તેને લાગ્યું હતું કે આ તે નહીં કરી શકે.

  7/23
 • કૌશાંબીએ ભરતનાટ્યમમાં વિશારદ કર્યું છે. અને તેમાં જ આગળ વધવા માટે તે અમદાવાદ ગયા હતા.

  કૌશાંબીએ ભરતનાટ્યમમાં વિશારદ કર્યું છે. અને તેમાં જ આગળ વધવા માટે તે અમદાવાદ ગયા હતા.

  8/23
 • અમદાવાદમાં તેઓ થિએટર સાથે જોડાયા અને બસ પછી તો તેમને લાગ્યું કે આ જ એ વસ્તુ છે જે મારે કરવી છે.

  અમદાવાદમાં તેઓ થિએટર સાથે જોડાયા અને બસ પછી તો તેમને લાગ્યું કે આ જ એ વસ્તુ છે જે મારે કરવી છે.

  9/23
 • કૌશાંબીએ NSDમાં પણ અપ્લાય કર્યું હતું. અને તેઓ બે વાર વર્કશોપ સિલેક્ટ પણ થયા હતા અને બીજી વારમાં તેઓ શોર્ટલિસ્ટ પણ થયા હતા.

  કૌશાંબીએ NSDમાં પણ અપ્લાય કર્યું હતું. અને તેઓ બે વાર વર્કશોપ સિલેક્ટ પણ થયા હતા અને બીજી વારમાં તેઓ શોર્ટલિસ્ટ પણ થયા હતા.

  10/23
 • અમદાવાદમાં કોલેજના ફર્સ્ટ અને સેકન્ડ યરમાં કૌશાંબી ડાન્સ અને ગરબા કરતા હતા.આ સમય સુધી તેઓ ડાન્સર જ હતા.

  અમદાવાદમાં કોલેજના ફર્સ્ટ અને સેકન્ડ યરમાં કૌશાંબી ડાન્સ અને ગરબા કરતા હતા.આ સમય સુધી તેઓ ડાન્સર જ હતા.

  11/23
 • થર્ડ યરમાં કૌશાંબીએ કબીર ઠાકોરનો વર્કશોપ અટેન્ડ કર્યો અને તેમને તેમાં ખૂબ જ મજા આવી. અને તેને થઈ ગયું કે બસ આ જ છે જે મારે કરવું છે.

  થર્ડ યરમાં કૌશાંબીએ કબીર ઠાકોરનો વર્કશોપ અટેન્ડ કર્યો અને તેમને તેમાં ખૂબ જ મજા આવી. અને તેને થઈ ગયું કે બસ આ જ છે જે મારે કરવું છે.

  12/23
 • કૌશાંબીનો પહેલો પ્લે 'લાજો' હતો. જે તેમણે કબીર ઠાકોર સાથે જ કર્યો હતો. આ નાટક માટે તેમને બેસ્ટ એક્ટ્રેસનું પ્રાઈઝ મળ્યું હતું.

  કૌશાંબીનો પહેલો પ્લે 'લાજો' હતો. જે તેમણે કબીર ઠાકોર સાથે જ કર્યો હતો. આ નાટક માટે તેમને બેસ્ટ એક્ટ્રેસનું પ્રાઈઝ મળ્યું હતું.

  13/23
 • એ દિવસોને યાદ કરતા કૌશાંબી કહે છે કે, લાજોમાં 40 થી 45 મિનિટનો મોનોલોગ હતો. અને તેમાં કૌશાંબીએ રસ્તા પર મોટી થયેલી દેવી પૂજક સમાજની યુવતીની ભૂમિકા ભજવી હતી. પહેલો શો પુરો થયા બાદ ખુદ કબીર સર સ્ટેજ પર આવ્યા અને આંખમાં આંસુ સાથે કૌશાંબીને ભેટ્યા. બસ આ જ કૌશાંબીના જીવનની ધુનકી મોમેન્ટ હતી.

  એ દિવસોને યાદ કરતા કૌશાંબી કહે છે કે, લાજોમાં 40 થી 45 મિનિટનો મોનોલોગ હતો. અને તેમાં કૌશાંબીએ રસ્તા પર મોટી થયેલી દેવી પૂજક સમાજની યુવતીની ભૂમિકા ભજવી હતી. પહેલો શો પુરો થયા બાદ ખુદ કબીર સર સ્ટેજ પર આવ્યા અને આંખમાં આંસુ સાથે કૌશાંબીને ભેટ્યા. બસ આ જ કૌશાંબીના જીવનની ધુનકી મોમેન્ટ હતી.

  14/23
 • એ દિવસ પછી કૌશાંબીએ ક્યારેય પાછું વળીને નથી જોયું. કૌશાંબીનું પહેલું કમર્શિયલ પ્લે વિપુલ શાહનું દીકરો મારો લાજવાબ હતું.

  એ દિવસ પછી કૌશાંબીએ ક્યારેય પાછું વળીને નથી જોયું. કૌશાંબીનું પહેલું કમર્શિયલ પ્લે વિપુલ શાહનું દીકરો મારો લાજવાબ હતું.

  15/23
 • કૌશાંબી માટે થિએટર તેનો પહેલો પ્રેમ છે. તેમણે રાગિણીજી, રોહિણી હટંગડી જેવા કલાકારો સાથે સ્ટેજ શેર કર્યું છે.

  કૌશાંબી માટે થિએટર તેનો પહેલો પ્રેમ છે. તેમણે રાગિણીજી, રોહિણી હટંગડી જેવા કલાકારો સાથે સ્ટેજ શેર કર્યું છે.

  16/23
 • કૌશાંબી કહે છે કે તે થિએટર કરવાનું ક્યારેય નહીં છોડે, ભલે તેને પૈસા અને કદાચ પ્રસિદ્ધિ ઓછા મળે તો પણ.

  કૌશાંબી કહે છે કે તે થિએટર કરવાનું ક્યારેય નહીં છોડે, ભલે તેને પૈસા અને કદાચ પ્રસિદ્ધિ ઓછા મળે તો પણ.

  17/23
 • બહુ ઓછા લોકો જાણે છે કે કૌશાંબીની સૌથી પહેલી ફિલ્મ પંકજ ત્રિવેદીની બાપુ ક્યાં છે હતી. જે હજી રિલીઝ નથી થઈ.કૌશાંબીએ ઓક્સીજનમાં પણ નાનકડી ભૂમિકા કરી છે. અને હવે ધુનકીથી તેઓ છવાઈ ગયા છે.

  બહુ ઓછા લોકો જાણે છે કે કૌશાંબીની સૌથી પહેલી ફિલ્મ પંકજ ત્રિવેદીની બાપુ ક્યાં છે હતી. જે હજી રિલીઝ નથી થઈ.કૌશાંબીએ ઓક્સીજનમાં પણ નાનકડી ભૂમિકા કરી છે. અને હવે ધુનકીથી તેઓ છવાઈ ગયા છે.

  18/23
 • ધૂનકીમાં કૌશાંબી સેકન્ડ લીડમાં છે. અને તેમના અભિનયની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. કૌશાંબી કહે છે કે આ અનુભવ તેમના માટે ખૂબ જ અભિભૂત કરનારો છે.

  ધૂનકીમાં કૌશાંબી સેકન્ડ લીડમાં છે. અને તેમના અભિનયની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. કૌશાંબી કહે છે કે આ અનુભવ તેમના માટે ખૂબ જ અભિભૂત કરનારો છે.

  19/23
 • ખાસ વાત એ છે કૌશાંબીના મમ્મીને પણ ફિલ્મ ખૂબ જ પસંદ આવી છે. અને તેઓ તેમની સફળતાથી ખૂબ જ ખુશ છે.

  ખાસ વાત એ છે કૌશાંબીના મમ્મીને પણ ફિલ્મ ખૂબ જ પસંદ આવી છે. અને તેઓ તેમની સફળતાથી ખૂબ જ ખુશ છે.

  20/23
 • કૌશાંબીને ઈરફાન ખાન, મોહમ્મદ ઝીશાન અને સયાની ગુપ્તા ખૂબ જ પસંદ છે.

  કૌશાંબીને ઈરફાન ખાન, મોહમ્મદ ઝીશાન અને સયાની ગુપ્તા ખૂબ જ પસંદ છે.

  21/23
 • સ્મિતા પાટીલ અને શબાના આઝમી તેના આદર્શ છે. અને તેમના જેવી ભૂમિકા કૌશાંબી ભવિષ્યમાં કરવા માંગે છે.

  સ્મિતા પાટીલ અને શબાના આઝમી તેના આદર્શ છે. અને તેમના જેવી ભૂમિકા કૌશાંબી ભવિષ્યમાં કરવા માંગે છે.

  22/23
 • Gujaratimidday.com સાથે વાત કરતા કૌશાંબી કહે છે કે, જો તે એક્ટર ન હોત તે કદાચ કૂક હોત.

  Gujaratimidday.com સાથે વાત કરતા કૌશાંબી કહે છે કે, જો તે એક્ટર ન હોત તે કદાચ કૂક હોત.

  23/23
 • loading...

ફોટોઝ વિશે

રાજકોટની એક સામાન્ય છોકરીથી ધુનકીની અંકિતા સુધી. અભિનેત્રી કૌશાંબી ભટ્ટે આ સફર પુરી કરી છે. ચાલો જાણીએ તેની આ સફરને તેની ખૂબસૂરત તસવીરો સાથે.

(તસવીર સૌજન્યઃ કૌશાંબી ભટ્ટ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK