તૈમૂરની નૅનીની કેટલી છે સેલેરી, જાણો મૉમ કરીના પાસેથી

14 March, 2019 03:38 PM IST  | 

તૈમૂરની નૅનીની કેટલી છે સેલેરી, જાણો મૉમ કરીના પાસેથી

નટખટ તૈમૂર સંગ નૅની

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન જેટલા સમાચારમાં રહ્યા છે એટલો જ તૈમૂર સમાચારમાં રહે છે કારણકે જ્યારે પણ એની તસવીર બહાર આવે છે ત્યારે તે સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગે છે. તૈમૂરને લઈને કરીનાએ ઘણા ખુલાસા અરબાઝ ખાનના શૉ પિન્ચમાં કર્યા છે.

કરીનાએ અરબાઝના સવાલમાં જવાબ આપતાં તૈમૂરને લઈને વાત કરી. અરબાઝ ખાનના નવાા શૉ પિન્ચમાં કરીના કપૂર ખાન મહેમાન બનીને આવી હતી. અહીં તેમને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જે સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર પૂછવામાં આવે છે. અરબાઝે કરીના કપૂર પાસે એના દીકરા તૈમૂરની નૅનીની સેલેરીને લઈને વાત કરી. અરબાઝે કરીનાથી સવાલ કરતા કહ્યું એવું કહેવામાં આવે છે કે તૈમૂરની નૅનીને એક અધિકારી કરતા પણ વધારે સૅલેરી આપવામાં આવે છે. એના જવાબમાં કરીના કપૂરે કહ્યું હા સાચે, એમને કેવી રીતે ખબર? પરંતુ અધિકાર વિશે તો મિનિસ્ટ્રીને જણાવવું જોઈએ. કરીનાએ કહ્યું કે તમારા બાળકની ખુશી અને સુરક્ષાથી વધુ કઈ નહીં અને એના આગળ પૈસાનું મહત્વ નથી. કરીનાએ આગળ કહ્યું શું ફરક પડે છે અને જો તમે નૅનીને ફક્ત હજાર રૂપિયા આપો, તફાવત એટલો જ છે કે તમારૂં બાળક સુરક્ષિત છે.

આ પણ વાંચો : આમિર ખાનની આ ફિલ્મો કદાચ તમે નહીં જોઈ હોય

તમને બતાવી દઈએ કે જ્યારે પણ તૈમૂર અલી ખાનની તસવીર સામે આવે છે એની સાથે નૅની જરૂર હોય છે. નૅની તૈમૂરની દેખરેખ કરે છે. સવાલોના સિલસિલો ચાલુ રહ્યો અને શૉ આગળ વધતો રહ્યા. તૈમૂરને લઈને અરબાઝે ઘણા સવાલ પૂછ્યા. એક સવાલ કોઈ મહિલાએ કર્યો કે તૈમરનો હેરકટ કરાવો. એના પર બેબાએ જવાબ આપ્યો અમે હાલમાં જ હેરકટ કરાવ્યો છે. એક કમેન્ટ અરબાઝ ખાને વાંચીને જણાવ્યું કે કોઈએ તૈમૂરને બાર્બી ઑફ ઈન્ડિયા છે.

taimur ali khan kareena kapoor saif ali khan bollywood news