આમિર ખાનની આ ફિલ્મો કદાચ તમે નહીં જોઈ હોય

Published: Mar 14, 2019, 12:10 IST | Bhavin
 • લવ લવ લવ (1989) લવ લવ લવ આ ફિલ્મમાં કયામત સે કયામત તકના સ્ટાર્સ જૂહી ચાવલા અને આમિર ખાન ફરી એકવાર સાથે આવ્યા હતા. ફિલ્મની સ્ટોરી એક પૈસાદાર ઘરની યુવતી અને એક ગરીબ યુવકની લવસ્ટોરી હતી. પણ આ ફિલ્મમાં આમિર ખાન અને જૂહી ચાવલાનો જાદુ ન ચાલ્યો. ફિલ્મની ખરાબ સ્ટોરી લોકોને પસંદ નહોતી આવી.

  લવ લવ લવ (1989)

  લવ લવ લવ આ ફિલ્મમાં કયામત સે કયામત તકના સ્ટાર્સ જૂહી ચાવલા અને આમિર ખાન ફરી એકવાર સાથે આવ્યા હતા. ફિલ્મની સ્ટોરી એક પૈસાદાર ઘરની યુવતી અને એક ગરીબ યુવકની લવસ્ટોરી હતી. પણ આ ફિલ્મમાં આમિર ખાન અને જૂહી ચાવલાનો જાદુ ન ચાલ્યો. ફિલ્મની ખરાબ સ્ટોરી લોકોને પસંદ નહોતી આવી.

  1/11
 • તુમ મેરે હો (1990) આમિર ખાન-જૂહી ચાવલાની આ વધુ એક ફ્લોપ ફિલ્મ. આ ફિલ્મમાં આમિર ખાન વાદીના રોલમાં હતા જેની પાસે મેજિકલ પાવર્સ છે, તો જૂહી ચાવલા ગામડાની ગોરી બન્યા હતા. સાપનો બદલો લેવાની થીમ પર બનેલી આ ફિલ્મને પણ દર્શકો નહોતા મળ્યા

  તુમ મેરે હો (1990)

  આમિર ખાન-જૂહી ચાવલાની આ વધુ એક ફ્લોપ ફિલ્મ. આ ફિલ્મમાં આમિર ખાન વાદીના રોલમાં હતા જેની પાસે મેજિકલ પાવર્સ છે, તો જૂહી ચાવલા ગામડાની ગોરી બન્યા હતા. સાપનો બદલો લેવાની થીમ પર બનેલી આ ફિલ્મને પણ દર્શકો નહોતા મળ્યા

  2/11
 • દીવાના મુજ સા નહીં (1990) આ ફિલ્મમાં આમિર ખાન અને માધુરી દીક્ષીતે 'દિલ' બાદ ફરી એકવાર સાથે કામ કર્યું હતું. ફિલ્મમાં આમિર ખાન ફોટોગ્રાફરના રોલમાં હતા, જેને એ જ એજન્સીની મોડેલ ગમતી હતી. ફિલ્મમાં આમિર ખાનને માધુરી સાથે લગ્ન કરવાની સ્ટ્રગલની સ્ટોરી હતી. આ ફિલ્મ પણ તેની સ્લો પેસના કારણએ બોરિંગ રહી અને ફ્લોપ થઈ.

  દીવાના મુજ સા નહીં (1990)

  આ ફિલ્મમાં આમિર ખાન અને માધુરી દીક્ષીતે 'દિલ' બાદ ફરી એકવાર સાથે કામ કર્યું હતું. ફિલ્મમાં આમિર ખાન ફોટોગ્રાફરના રોલમાં હતા, જેને એ જ એજન્સીની મોડેલ ગમતી હતી. ફિલ્મમાં આમિર ખાનને માધુરી સાથે લગ્ન કરવાની સ્ટ્રગલની સ્ટોરી હતી. આ ફિલ્મ પણ તેની સ્લો પેસના કારણએ બોરિંગ રહી અને ફ્લોપ થઈ.

  3/11
 • જવાની ઝિંદાબાદ (1990) આ રોમેન્ટિક કોમેડીમાં આમિર ખાન સામે 90ના દાયકાની હિરોઈન ફરહા નાઝને કાસ્ટ કરાઈ હતી. ફિલ્મમાં નવી પેઢી દહેજની વિરુદ્ધ અને પોતાના વડીલોની માન્યતા વિરુદ્ધ કેવી રીતે લડે છે તેની વાત હતી. ફિલ્મની સ્ટોરી લાઈન સારી હતી, પણ ફિલ્મ હિટ સાબિત ન થઈ .

  જવાની ઝિંદાબાદ (1990)

  આ રોમેન્ટિક કોમેડીમાં આમિર ખાન સામે 90ના દાયકાની હિરોઈન ફરહા નાઝને કાસ્ટ કરાઈ હતી. ફિલ્મમાં નવી પેઢી દહેજની વિરુદ્ધ અને પોતાના વડીલોની માન્યતા વિરુદ્ધ કેવી રીતે લડે છે તેની વાત હતી. ફિલ્મની સ્ટોરી લાઈન સારી હતી, પણ ફિલ્મ હિટ સાબિત ન થઈ .

  4/11
 • અફસાના પ્યાર કા (1991) છોકરો છોકરી મળે છે, ઝઘડે છે અને અંતમાં પ્રેમમાં પડે છે. પણ તેમના પરિવારો આ લવ સ્ટોરીના વિરોધી છે. આ ફિલ્મમાં આમિર ખાનની ઓપોઝિટ નીલમ કોઠારીને કાસ્ટ કરાઈ હતી. આ ફિલ્મનું ગીત ટીપ ટીપ બરસા પાની આજે પણ હિટ છે, પરંતુ ફિલ્મ ખાસ કમાલ નહોતી કરી શકી.

  અફસાના પ્યાર કા (1991)

  છોકરો છોકરી મળે છે, ઝઘડે છે અને અંતમાં પ્રેમમાં પડે છે. પણ તેમના પરિવારો આ લવ સ્ટોરીના વિરોધી છે. આ ફિલ્મમાં આમિર ખાનની ઓપોઝિટ નીલમ કોઠારીને કાસ્ટ કરાઈ હતી. આ ફિલ્મનું ગીત ટીપ ટીપ બરસા પાની આજે પણ હિટ છે, પરંતુ ફિલ્મ ખાસ કમાલ નહોતી કરી શકી.

  5/11
 • ઈસી કા નામ ઝિંદગી (1992) આ ફિલ્મ બ્રિટિશ શાસનકાળ પર આધારિત હતી. જેમાં ફરી આમિર ખાન અને ફરહા ખાન સાથે દેખાયા હતા. જો કે આમિર-ફરહાની જોડી માટે આ ફિલ્મ પણ ફ્લોપ જ રહી. ફિલ્મમાં પ્રાણ વિલનના રોલમાં હતા, જે લોકોની જમીન પચાવી પાડતા હતા. લગભગ 70ના દાયકાની સ્ટોરીલાઈન પર બનેલી ફિલ્મને આમિર હિટ નહોતા કરાવી શક્યા.

  ઈસી કા નામ ઝિંદગી (1992)

  આ ફિલ્મ બ્રિટિશ શાસનકાળ પર આધારિત હતી. જેમાં ફરી આમિર ખાન અને ફરહા ખાન સાથે દેખાયા હતા. જો કે આમિર-ફરહાની જોડી માટે આ ફિલ્મ પણ ફ્લોપ જ રહી. ફિલ્મમાં પ્રાણ વિલનના રોલમાં હતા, જે લોકોની જમીન પચાવી પાડતા હતા. લગભગ 70ના દાયકાની સ્ટોરીલાઈન પર બનેલી ફિલ્મને આમિર હિટ નહોતા કરાવી શક્યા.

  6/11
 • દૌલત કી જંગ (1992) આમિર ખાન અને જૂહી ચાલવાની વધુ એક ફિલ્મ. કયામત સે કયામત તક બાદ બંને સ્ટાર્સની આ સાથે આ ત્રીજી ફિલ્મ હતી. આ વખતે પણ અહીં તેમના પરિવારો તેમના દુશ્મન હતા, લગ્ન કરવાની વિરુદ્ધમાં હતા. તો આ ફિલ્મમાં ખજાનો શોધવાની પણ સ્ટોરી હતી. પરંતુ ફિલ્મને ફ્લોપ થવાથી કોઈ ન બચાવી શક્યું.

  દૌલત કી જંગ (1992)

  આમિર ખાન અને જૂહી ચાલવાની વધુ એક ફિલ્મ. કયામત સે કયામત તક બાદ બંને સ્ટાર્સની આ સાથે આ ત્રીજી ફિલ્મ હતી. આ વખતે પણ અહીં તેમના પરિવારો તેમના દુશ્મન હતા, લગ્ન કરવાની વિરુદ્ધમાં હતા. તો આ ફિલ્મમાં ખજાનો શોધવાની પણ સ્ટોરી હતી. પરંતુ ફિલ્મને ફ્લોપ થવાથી કોઈ ન બચાવી શક્યું.

  7/11
 • પરંપરા (1993) યશ ચોપરાની આ મલ્ટી સ્ટારર ફિલ્મમાં ખાનદી દુશ્મનીની વાત હતી. જેમાં સૈફ અલી ખાન અને આમિર ખાન બે એવા મિત્રોના રોલમાં હતા. જે દુશ્મનમાંથી દોસ્ત બને છે. પરંતુ ફિલ્મ ખૂબ જ ખેંચાતી હતી, વળી લોજિક પણ નહોતું. જેને કારણે આ ફિલ્મ પણ ફ્લોપની યાદીમાં આવી ગઈ.

  પરંપરા (1993)

  યશ ચોપરાની આ મલ્ટી સ્ટારર ફિલ્મમાં ખાનદી દુશ્મનીની વાત હતી. જેમાં સૈફ અલી ખાન અને આમિર ખાન બે એવા મિત્રોના રોલમાં હતા. જે દુશ્મનમાંથી દોસ્ત બને છે. પરંતુ ફિલ્મ ખૂબ જ ખેંચાતી હતી, વળી લોજિક પણ નહોતું. જેને કારણે આ ફિલ્મ પણ ફ્લોપની યાદીમાં આવી ગઈ.

  8/11
 • આતંક હી આતંક (1995) હોલીવુડની ફિલ્મ ગોડફાધર પરથી બનેલી આ ફિલ્મમાં મુંબઈના અંડરવર્લ્ડની સ્ટોરી હતી. જેમાં આમિર ખાને પહેલી વખત એન્ટી હીરોનો રોલ કર્યો હતો. ફિલ્મમાં આમિર ખાનની એક્ટિંગ તો સારી હતી, પરંતુ તેમનો લૂક ફેન્સને નહોતો ગમ્યો. ફિલ્મ રિલીઝ થતા પહેલા થોડાક ટાઈમ માટે અટકી પણ હતી, પણ જ્યારે રિલીઝ થઈ તો દર્શકોએ ન સ્વીકારી

  આતંક હી આતંક (1995)

  હોલીવુડની ફિલ્મ ગોડફાધર પરથી બનેલી આ ફિલ્મમાં મુંબઈના અંડરવર્લ્ડની સ્ટોરી હતી. જેમાં આમિર ખાને પહેલી વખત એન્ટી હીરોનો રોલ કર્યો હતો. ફિલ્મમાં આમિર ખાનની એક્ટિંગ તો સારી હતી, પરંતુ તેમનો લૂક ફેન્સને નહોતો ગમ્યો. ફિલ્મ રિલીઝ થતા પહેલા થોડાક ટાઈમ માટે અટકી પણ હતી, પણ જ્યારે રિલીઝ થઈ તો દર્શકોએ ન સ્વીકારી

  9/11
 • મેલા (2000) ટીવી પર તમે આ ફિલ્મ કદાચ જોઈ હશે. આમિર ખાને આ ફિલ્મ ખાસ તો પોતાના ભાઈ ફૈઝલ ખાનની કરિયર બચાવવા કરી હતી. પરંતુ ફિલ્મ 2000ના વર્ષની સૌથી મોટી ડિઝાસ્ટર સાબિત થઈ. ફિલ્મમાં બે ભાઈઓની વાત હતી જેમાંથી એક થિયેટર આર્ટિસ્ટ હતો અને એક ટ્રક ડ્રાઈવર. ફિલ્મની શરૂઆત અને એન્ડ મેળાના સીનથી જ થતો હતો. જો કે ફિલ્મની નબળી સ્ટોરીએ તેને હિટ ન થવા દીધી

  મેલા (2000)

  ટીવી પર તમે આ ફિલ્મ કદાચ જોઈ હશે. આમિર ખાને આ ફિલ્મ ખાસ તો પોતાના ભાઈ ફૈઝલ ખાનની કરિયર બચાવવા કરી હતી. પરંતુ ફિલ્મ 2000ના વર્ષની સૌથી મોટી ડિઝાસ્ટર સાબિત થઈ. ફિલ્મમાં બે ભાઈઓની વાત હતી જેમાંથી એક થિયેટર આર્ટિસ્ટ હતો અને એક ટ્રક ડ્રાઈવર. ફિલ્મની શરૂઆત અને એન્ડ મેળાના સીનથી જ થતો હતો. જો કે ફિલ્મની નબળી સ્ટોરીએ તેને હિટ ન થવા દીધી

  10/11
 • બોલીવુડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટને હેપ્પી બર્થ ડે.

  બોલીવુડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટને હેપ્પી બર્થ ડે.

  11/11
 • loading...

ફોટોઝ વિશે

બોલીવુડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાનનો આજે જન્મદિવસ છે. આમિરની મોટાભાગની ફિલ્મો હિટ છે, અને તમને લગભગ તે યાદ હશે. પણ બોલીવુડના આ સ્ટારે એવી ફિલ્મો પણ આપી છે, જેને કદાચ તેઓ પોતે યાદ નહીં રાખતા હોય. જાણવી છે કઈ છે ફિલ્મો, જુઓ ફોટોઝ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK