તારા વગર જિંદગી કેટલી બોરિંગ હોત...

17 August, 2026 02:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પતિની ૫૬મી વર્ષગાંઠે કરીના કપૂરે પર્સનલ તસવીરો શૅર કરીને વરસાવ્યો પ્રેમ

સૈફ અલી ખાન અને કરીના

ગઈ કાલે સૈફ અલી ખાનની ૫૬મી વર્ષગાંઠ હતી. આ ખાસ અવસર પર તેની પત્ની અને જાણીતી અભિનેત્રી કરીના કપૂરે ખાસ પોસ્ટ શૅર કરીને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. આ પ્રસંગે કરીનાએ કેટલીક પર્સનલ તસવીરો શૅર કરવાની સાથે મેસેજ પણ લખ્યો છે. પોતાના મેસેજમાં કરીનાએ લખ્યું હતું કે ‘દરેક પરિસ્થિતિમાં, દરેક સમયે હંમેશાં મારી સાથે રહેનારા મારા સાથીને જન્મદિવસની શુભેચ્છા. તારા વગર આ જિંદગી કેટલી બોરિંગ હોત. આ પોસ્ટમાં રહેલી તમામ તસવીરો તેની પસંદગીની છે અને તેની મંજૂરી બાદ શૅર કરવામાં આવી છે. જ્યારે હું તેની તસવીરો પોસ્ટ કરું છું ત્યારે તેને ખૂબ સારું લાગે છે.’

અક્ષય કુમારે હૈવાન બનીને સૈફ અલી ખાનને આપી જન્મદિવસની અનોખી શુભેચ્છા

અક્ષય કુમાર અને સૈફ અલી ખાન ૧૧ સપ્ટેમ્બરે રિલીઝ થનારી ‘હૈવાન’માં સાથે જોવા મળશે. થોડા દિવસો પહેલાં જ ફિલ્મની પહેલી ઝલક સામે આવી હતી. ગઈ કાલે સૈફ અલી ખાનનો જન્મદિવસ હતો ત્યારે અક્ષય કુમારે પોતાના કો-સ્ટારને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે, પણ તેનો અંદાજ એકદમ અનોખો છે.
અક્ષયે સોશ્યલ મીડિયામાં જે વિડિયો શૅર કર્યો છે એમાં તે હાથમાં ચૉકલેટ પેસ્ટ્રી લઈને જોવા મળે છે, જેના પર મીણબત્તી સળગી રહી છે. ખુરસી પર બેઠેલો અક્ષય ગીત ગાય છે અને પછી કહે છે કે ‘હૅપી બર્થ-ડે સૈફ.’ આ પછી તે મીણબત્તી ફૂંકીને બુઝાવે છે અને ડરામણું હાસ્ય કરે છે. અક્ષયનો આ અંદાજ જોઈને સ્પષ્ટ થાય છે કે તે પોતાની આગામી ફિલ્મ ‘હૈવાન’ના પાત્રના અંદાજમાં સૈફને જન્મદિવસની શુભેચ્છા આપી રહ્યો છે.

ઇટલીમાં ફૅમિલી-વેકેશન માણીને પાછા ફર્યાં

ગઈ કાલે સૈફ અલી ખાનની ૫૬મી વર્ષગાંઠ હતી અને આ દિવસે સૈફ પત્ની કરીના કપૂર તેમ જ દીકરાઓ તૈમુર અને જહાંગીર સાથે મુંબઈ ઍરપોર્ટ પર પરત આવતો ક્લિક થઈ ગયો હતો. સૈફ અને કરીના છેલ્લા કેટલાક સમયથી ઇટલીના વેનિસમાં ફૅમિલી-વેકેશન ગાળી રહ્યાં હતાં અને કરીનાએ તો સોશ્યલ મીડિયા પર તેના આ વેકેશનની કેટલીક ખાસ તસવીરો પણ પોસ્ટ કરી છે.

kareena kapoor saif ali khan akshay kumar entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood