લંડનની રેસ્ટોરાંમાં કેમ એન્ટ્રી ન મળી કરણને?

02 July, 2022 02:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે લંડનમાં સારા અલી ખાન સાથે જમવા માટે વિવિધ રેસ્ટોરાંમાં જઈ રહ્યો હતો

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

કરણ જોહર ‘નામ હી કાફી હૈ’, પરંતુ આ નામ કરણને લંડનમાં કામમાં ન આવ્યું. તે લંડનમાં સારા અલી ખાન સાથે જમવા માટે વિવિધ રેસ્ટોરાંમાં જઈ રહ્યો હતો. જોકે તેમને અંદર એન્ટ્રી ન મળી. એક રેસ્ટોરાંમાં જઈને તેણે પૂછ્યું કે ‘શું આલિયા ભટ્ટના નામે કોઈ ટેબલ બુક છે?’ તો સ્ટાફે ચોખ્ખી ના પાડી દીધી હતી. સાથે જ તેણે વાતને ફેરવતાં એમ પણ પૂછ્યું કે ‘શું ચાર લોકોના નામે ટેબલ રિઝર્વ કરવામાં આવ્યું છે?’ તો એની પણ સ્ટાફ ના પાડે છે. એનો વિડિયો સોશ્યલ મીડિયામાં ફરી રહ્યો છે. આ વિડિયોમાં બૅકગ્રાઉન્ડમાં સારાનો અવાજ પણ સંભળાય છે અને જ્યારે રેસ્ટોરાંમાં તેને એન્ટ્રી નથી મળતી તો તે ખડખડાટ હસી રહી છે. ખરેખર આવા સમયે તેમને ખૂબ શરમ મહેસૂસ થઈ હશે.

entertainment news bollywood bollywood news bollywood gossips karan johar alia bhatt sara ali khan london