કંગના રનોટમાં અમદાવાદને મિનિ પાકિસ્તાન કહેવાની હિંમત છે?: સંજય રાઉત

06 September, 2020 12:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કંગના રનોટમાં અમદાવાદને મિનિ પાકિસ્તાન કહેવાની હિંમત છે?: સંજય રાઉત

કંગના રનોટ, સંજય રાઉત

બૉલીવુડ અભિનેત્રી કંગના રાણાવત (Kangana Ranaut) અને શિવસેના પ્રવક્તા સંજય રાઉત (Sanjay Raut) આમને સામને આવી ગયા છે અને તેમની વચ્ચેનું યુદ્ધ કાયમ છે. અભિનેત્રીએ થોડાક દિવસો પહેલાં મુંબઈની પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) સાથે સરખામણી કરી હતી. તેણે આપેલા આ નિવેદન બાદ શિવસેના સતત તેના પર પ્રહાર કરી રહી છે. જેમાં સંજય રાઉત સૌથી વધારે આક્રમક છે. પરંતુ શિવસેના અને કંગના વચ્ચેના વિવાદમાં હવે અમદાવાદની એન્ટ્રી થઈ ગઈ છે. હાલમાં જ એક નિવેદનમાં સંજય રાઉતે કંગના માટે અપશબ્દનો ઉપયોગ કર્યો હતો અને તેમની આ વાતનો વિરોધ થઈ રહ્યો છે અને અભિનેત્રીની માફી માગવામાં આવે તેવી વાતો થઈ રહી છે. જોકે, સંજય રાઉત ઈચ્છે છે કે કંગના પહેલા પોતાના નિવેદન માટે માફી માગે.

સંજય રાઉતે એક નિવેદનમાં કહ્યું હતું, 'જો તે યુવતી (કંગના રનોટ) મહારાષ્ટ્રની માફી માગે છે તો તે આ અંગે વિચારી શકે છે. તેણે મુંબઈને મિની પાકિસ્તાન કહ્યું છે. શું તેનામા અમદાવાદને આવું કહેવાની હિંમત છે?'

આ પણ વાંચો: સંજય રાઉતે કંગના રનોટને 'હરામખોર' લડકી કહ્યું, દિયા મિર્ઝા આવી સપોર્ટમાં

કંગનાએ નવ સપ્ટેમ્બરના રોજ મુંબઈ આવવાની વાત કહી હતી અને તેણે પડકાર આપ્યો હતો કે કોઈના બાપમાં હિંમત હોય તો તેને રોકી લે. ન્યૂઝ ચેનલે કંગનાના આ નિવેદન પર સંજય રાઉતનું રિએક્શન માગ્યું હતું. જેમાં રાઉતે કહ્યું હતું, 'મહારાષ્ટ્ર માત્ર શિવસેનાની જાગીર નથી. બધી જ પાર્ટી તેમાં છે. અમે બધા સાથે મળીને નક્કી કરીશું.'

entertainment news bollywood bollywood news bollywood gossips mumbai ahmedabad kangana ranaut sanjay raut