રિકવરી બ્રેક પર જુબિન

06 December, 2022 03:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેને કોણીમાં, પાંસળીમાં અને માથા પર ઈજા થઈ છે

જુબિન નૌટિયાલ

જુબિન નૌટિયાલ હાલમાં રિકવરી બ્રેક પર ગયો છે. તે હાલમાં જ બિલ્ડિંગની સીડી પરથી પડી જતાં તેને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાયો હતો. તેને કોણીમાં, પાંસળીમાં અને માથા પર ઈજા થઈ છે. એથી તેના જમણા હાથનું ઑપરેશન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Jubin Nautiyal હોસ્પિટલમાં દાખલ, ઘરમાં જ તૂટી કોણી, જાણો કેવી છે હાલત

ડૉક્ટરે તેને કમ્પ્લીટ રેસ્ટ કરવાની સલાહ આપી છે. તેની ઈજાની જાણ તેના ફૅન્સને થતાં સૌકોઈ તેના સ્વાસ્થ્યની કામના કરવા લાગ્યા હતા. એથી તેણે સૌનો આભાર પણ માન્યો હતો. હવે પોતાનો એક ફોટો તેણે શૅર કર્યો છે. એ ફોટોમાં તેણે વાઇટ ટી-શર્ટ પર કલરફુલ પ્રિન્ટેડ શર્ટ પહેર્યું છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જુબિને કૅપ્શન આપી હતી, ‘રિકવરી બ્રેક. તમારી સાથે જલદી જ મુલાકાત થશે.’

entertainment news bollywood news bollywood gossips bollywood