ફોટોમાં દેખાતા આ બે બાળકોને ઓળખ્યા કે નહીં?, આજે તેઓ છે બૉલિવૂડના હેન્ડસમ હંક્સ

07 May, 2024 03:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

John Abraham and Hrithik Roshan throwback pic: જૉન અને હૃતિક ‘વૉર 2’ ફિલ્મમાં સાથે જોવા મળવાના છે.

ફોટોમાં દેખાતા આ બે બાળકોને ઓળખ્યા કે નહીં? (સૌજન્ય : સોશિયલ મીડિયા)

બૉલિવૂડના બે હેન્ડસમ હંક અભિનેતા જૉન અબ્રાહમ અને હૃતિક રોશન (John Abraham and Hrithik Roshan throwback pic) તેમના લૂકને લઈને ખૂબ જ જાણીતા છે. ફિલ્મોમાં પોતાના એક્શનપેક અંદાજથી લોકોને પોતાના દિવાના બનાવનાર જૉન અબ્રાહમ અને હૃતિક રોશન સ્કૂલના સમયથી જ એક બીજાને ઓળખે છે, એ વાત તમને ખબર છે? તાજેતરમાં જૉન અબ્રાહમ અને હૃતિક રોશનની એક જૂની તસવીર વાઇરલ થઈ રહી છે, જેમાં બન્ને અભિનેતાઓ એક જ સ્કૂલ અને એક જ ક્લાસમાં ભણતા હતા, એવો દાવો કરવામાં આવ્યો છે. તો જાણીએ શું છે જૉન અબ્રાહમ અને હૃતિક રોશનના વાઇરલ તસવીર પાછળની સ્ટોરી.

સોશિયલ મીડિયા પર સેલિબ્રિટિઝની અનેક જૂની તસવીરો વાઇરલ થતી હોય છે. એવી જ રીતે હાલમાં અભિનેતા જૉન અબ્રાહમ અને હૃતિક રોશનની સ્કૂલ ટાઈમની એક તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. આ તસવીરમાં જોવા મળી રહ્યું છે કે એક સ્કૂલ ગ્રૂપની તસવીર છે, જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષક ગ્રૂપ ફોટો માટે પોઝ આપી રહ્યા છે. આ જ તસવીરમાં હૃતિક રોશન સ્કૂલ યુનિફોર્મમાં ઉપરથી બીજી લાઇનમાં ત્રીજો ઊભો દેખાઈ રહ્યો છે, તો જૉન અબ્રાહમ (John Abraham and Hrithik Roshan throwback pic) ઉપરથી ત્રીજી લાઇનમાં પહેલો બ્રાઉન શર્ટમાં સ્માઇલ કરતો દેખાઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વે ટ્વિટર) પર કરવામાં આવેલી આ પોસ્ટ આ તસવીર શેર કરીને લખ્યું હતું કે “હૃતિક અને જૉન બોમ્બે સ્કોટિશ સ્કૂલમાં ક્લાસમેટ હતા. કબીર અને જિમ પાર્ટનરશીપ છેલ્લા અનેક સમયથી છે.” જોકે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલી આ પોસ્ટમાં સર્કલ કરીને બતાવવામાં આવેલા આ બંને વિદ્યાર્થીઓએ જૉન અબ્રાહમ અને હૃતિક રોશન છે કે નહીં તે બાબતે અભિનેતાઓએ કોઈપણ ખુલાસો કર્યો નથી.

જૉન અબ્રાહમ અને હૃતિક રોશન બંને ક્લાસમેટ હતા એવો દાવો કરતાં આ ટ્વીટ પર લોકો તસવીરમાં દેખાતા બે નાના બાળકો જૉન અબ્રાહમ અને હૃતિક રોશન જ છે, એવું પણ કહી રહ્યા છે. આ પોસ્ટને રીટ્વીટ કરીને સોશિયલ મીડિયા યુઝર્સ જૉન અબ્રાહમ અને હૃતિક રોશનને ટેગ કરીને આ બાબતે સ્પષ્ટતા કરવા માટે કહી રહ્યા છે.

જૉન અબ્રાહમના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો તે છેલ્લે શાહરુખ ખાન સાથે ‘પઠાણ’ ફિલ્મમાં (John Abraham and Hrithik Roshan throwback pic) જિમ નામના વિલનનો રોલ કર્યો હતો, જેને લોકોએ ખૂબ જ પસંદગી આપી હતી. હૃતિક રોશનના ફિલ્મી કરિયરમાં તેણે ‘કહોના પ્યાર હૈ’થી પોતાનું ડેબ્યું કર્યું હતું અને તે હાલમાં તેની ફિલ્મ ‘વૉર 2’ની શૂટિંગમાં વ્યસ્ત છે. જૉન અને હૃતિક બંને ‘વૉર 2’માં જોવા મળવાના છે. આ ફિલ્મમાં પણ જૉન ‘પઠાણ’ના વિલન જિમના રોલમાં જોવા મળવાનો છે.

hrithik roshan john abraham bollywood buzz bollywood news bollywood gossips bollywood social media twitter photos entertainment news social networking site