નાગાર્જુનની ‘ધ ઘોસ્ટ’માંથી નીકળી ગઈ જૅકલિન?

15 January, 2022 02:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મમાંથી બહાર નીકળવાનું ચોક્કસ કારણ નથી જાણવા મળ્યું

નાગાર્જુન

ઘણા દિવસોથી ચર્ચામાં રહેલી જૅકલિન ફર્નાન્ડિસે નાગાર્જુન અક્કિનેનીની ‘ધ ઘોસ્ટ’ને અલવિદા કહી દીધું હોવાની ચર્ચા છે. ફિલ્મમાંથી બહાર નીકળવાનું ચોક્કસ કારણ નથી જાણવા મળ્યું. આ ફિલ્મમાં પહેલાં કાજલ અગરવાલ હતી, પરંતુ તેની પ્રેગ્નન્સીને કારણે તેણે ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. હવે સુકેશ ચન્દ્રશેખર સાથે નામ જોડાયા બાદ જૅકલિન ન્યુઝની હેડલાઇન બની ગઈ છે. સુકેશ પર ૨૦૦ કરોડની ગરબડ કરવાનો આરોપ લાગ્યો છે. સુકેશ સાથે નામ પ્રકાશમાં આવતાં જૅકલિને આ ફિલ્મને બાય-બાય કહી દીધું છે. હવે તેના બદલામાં કઈ ઍક્ટ્રેસને લેવામાં આવે એની શોધ મેકર્સે શરૂ કરી દીધી છે.

entertainment news bollywood bollywood news upcoming movie nagarjuna jacqueline fernandez