તૂ મેરી મૈં તેરા, મૈં તેરા તૂ મેરીમાં જૅકી શ્રોફની એન્ટ્રી

14 July, 2025 08:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાર્તિકે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરીને જાણકારી આપી છે કે આ ફિલ્મમાં જૅકી શ્રોફ પણ કામ કરી રહ્યો છે

‘તૂ મેરી મૈં તેરા, મૈં તેરા તૂ મેરી’

કાર્તિક આર્યન અને અનન્યા પાંડે ‘તૂ મેરી મૈં તેરા, મૈં તેરા તૂ મેરી’માં સાથે કામ કરી રહ્યાં છે. હવે કાર્તિકે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરીને જાણકારી આપી છે કે આ ફિલ્મમાં જૅકી શ્રોફ પણ કામ કરી રહ્યો છે. કાર્તિકે શૅર કરેલા આ વિડિયોમાં તે અને જૅકી એક ગીત પર ઍન્જોય કરી રહ્યા છે. આ ગીતમાં જૅકીએ ચશ્માં પહેર્યાં છે અને દર્શકોને ફ્લાઇંગ કિસ આપી રહ્યો છે.

ફિલ્મ ‘તૂ મેરી મૈં તેરા, મૈં તેરા તૂ મેરી’ વૅલેન્ટાઇન્સ ડેના અવસર પર ૨૦૨૬ની ૧૩ ફેબ્રુઆરીએ થિયેટરમાં રિલીઝ થશે. એનું નિર્માણ ધર્મા પ્રોડક્શન્સના બૅનર હેઠળ કરવામાં આવ્યું છે. જોકે હજી આ ફિલ્મની સ્ટોરી વિશે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી.

kartik aaryan Ananya Panday jackie shroff bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news