સુસ્મિતાની આંખોમાં જોયા બાદ તેની સાથે ડાન્સ કરવો અશક્ય હતું : વિકાસ કુમાર

27 November, 2021 12:54 PM IST  |  Mumbai | Harsh Desai

રામે મારી પાસે આવીને મને કહ્યું હતું કે આ દૃશ્ય સારું છે પરંતુ તું ગુસ્સ‍ે હોય એવું દેખાડવા કરતાં દુઃખમાં હોય એવું દેખાડ. બસ, તેણે એટલું જ કહ્યું હતું અને એ દૃશ્ય ખૂબ જ સારું આવ્યું છે.’

સુસ્મિતાની આંખોમાં જોયા બાદ તેની સાથે ડાન્સ કરવો અશક્ય હતું : વિકાસ કુમાર

વિકાસ કુમારનું કહેવું છે કે રામ માધવાણી અને સુસ્મિતા સેન ખૂબ જ નમ્ર અને પ્રોફેશનલ વ્યક્તિઓ છે. તેમની ‘આર્યા 2’ દસ ડિસેમ્બરે ડિઝની + હૉટ સ્ટાર પર સ્ટ્રીમ થવાની છે. આ શોમાં વિકાસ કુમાર એસીપી ખાનની ભૂમિકા ભજવી રહ્યો છે. તેમના વિશે વાત કરતાં વિકાસ કુમારે કહ્યું હતું કે ‘રામ અને સુસ્મિતા ખૂબ જ નમ્ર અને પ્રોફેશનલ વ્યક્તિઓ છે. ડિરેક્ટર‍-પ્રોડ્યુસર તરીકે રામ અને કો-ઍક્ટર તરીકે સુસ્મિતાના કૉન્ટ્રિબ્યુશનને કારણે મારા પર્ફોર્મન્સમાં ખૂબ જ સારી અસર પડી છે. આનાથી વધુ એક ઍક્ટરને શું જોઈતું હોય છે? રામનું ડિરેક્શન ખૂબ જ સારું છે. તે ભાગ્યે જ તેના ઍક્ટર્સને કોઈ ઇન્સ્ટ્રક્શન આપતો હોય છે. આ સીઝનના છેલ્લા દૃશ્યના પહેલા ટેક બાદ દરેકને એ પસંદ પડ્યું હતું. જોકે રામે મારી પાસે આવીને મને કહ્યું હતું કે આ દૃશ્ય સારું છે પરંતુ તું ગુસ્સ‍ે હોય એવું દેખાડવા કરતાં દુઃખમાં હોય એવું દેખાડ. બસ, તેણે એટલું જ કહ્યું હતું અને એ દૃશ્ય ખૂબ જ સારું આવ્યું છે.’
સુસ્મિતા વિશે વાત કરતાં વિકાસે કહ્યું હતું કે ‘સુસ્મિતા સાથે ઑફ-સેટ એક સીન મને હજી પણ યાદ છે. સખત મહેનત બાદ અમે સેટ પર એક પાર્ટી કરી રહ્યાં હતાં. સુસ્મિતા મને તેની ‘મૈં હૂં ના’ના ગીતનાં ડાન્સ સ્ટેપ શીખવાડી રહી હતી. હું એ સમયે ખૂબ જ અવાચક થઈ ગયો હતો. મેં મારા ક્રૂ મેમ્બર્સને બૂમ માડી હતી કે હું ધ સુસ્મિતા સેન સાથે ડાન્સ કરી રહ્યો છું, વિડિયો ઊતારો. સુસ્મિતા સેને કહ્યું કે ‘ખાન સા’બ મારી આંખોમાં જુઓ અને આ મોમેન્ટને ખરાબ ન કરો.’ એ પછી તો હું શું ડાન્સ કરી શકું?’

bollywood news bollywood bollywood gossips entertainment news sushmita sen harsh desai