આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: આ બૉલિવૂડ હસ્તીઓ યોગથી રહે છે સ્વસ્થ અને મસ્ત

20 June, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

International Yoga Day: આનંદ પંડિત, ફારહાન અખ્તર, શિલ્પા શેટ્ટી અને અક્ષય કુમાર જેવા બૉલિવૂડ સ્ટાર્સ માટે યોગ માત્ર એક કસરત નથી, જીવનશૈલી છે. યોગ એ માત્ર શરીર માટે જ નહીં પણ મન અને આત્માની એકતા દર્શાવતો પ્રાચીન વિજ્ઞાન છે.

આનંદ પંડિત, શિલ્પા શેટ્ટી, અક્ષય કુમાર અને ફરહાન અખ્તર

આનંદ પંડિત, ફારહાન અખ્તર, શિલ્પા શેટ્ટી અને અક્ષય કુમાર જેવા બૉલિવૂડ સ્ટાર્સ માટે યોગ માત્ર એક કસરત નથી, જીવનશૈલી છે. યોગ એ માત્ર શરીર માટે જ નહીં પણ મન અને આત્માની એકતા દર્શાવતો પ્રાચીન વિજ્ઞાન છે. યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન દ્વારા માનસિક શાંતિ, શરીરિક લવચીકતા, દુખાવા અને તણાવમાં રાહત મળે છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે જાણીતી ફિલ્મી હસ્તીઓ કેવી રીતે યોગ અને અન્ય વ્યાપક ફિટનેસ રુટિનના માધ્યમથી પોતાની તંદુરસ્તી, ધીરજ અને નૈતિક શક્તિ વધારતા આવ્યા છે એ જાણવું રસપ્રદ રહેશે. આનંદ પંડિત યોગને આત્મિક સ્થિરતાનું સાધન માને છે, જ્યારે ફારહાન અખ્તર પોતાની એક્શન રોલ્સ માટે યોગ અને ફંક્શનલ ટ્રેનિંગના સમન્વયથી તાકાતમાં વધારો કરે છે. આ સેલિબ્રિટીઝ યોગને જીવનશૈલીનો ભાગ બનાવવા પ્રેરણા આપે છે.

આનંદ પંડિત
પ્રોડ્યુસર આનંદ પંડિતે 2023માં પોતાના 60મો જન્મદિવસ ઉજવ્યો ત્યારે મીડિયા જગતમાં તેમની તંદુરસ્તી અને યુવાન દેખાવની ઘણી પ્રશંસા થઈ હતી. પરંતુ જે પંડિતને નજીકથી જાણવાની તક મળી છે, તે જાણે છે કે તેમની તંદુરસ્તીનું રહસ્ય યોગ, સંતુલિત આહાર અને સક્રિય જીવનશૈલીમાં છે. આનંદ પંડિત ન માત્ર યોગાભ્યાસ કરે છે પણ તેઓ ક્રૉસ-કન્ટ્રી સાયક્લિંગ, કાર્ડિયો અને સ્ટ્રેન્થ ટ્રેનિંગના મધ્યમથી પોતાનું ફિટનેસ સ્તર જાળવે છે. તેમ છતાં, તેઓ માટે યોગ એ માત્ર કસરત નહીં પણ મનની શાંતિ મેળવવાનું મહત્ત્વપૂર્ણ સાધન છે. યોગ તેમને તાજગી આપે છે, મગજ શાંત કરે છે અને શરીરને ચુસ્ત રાખે છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રના આ સફળ ઉદ્યોગપતિ અને `આનંદ પંડિત મોશન પિક્ચર્સ`ના વડા મને છે કે યોગનો અભ્યાસ તેમને એકસાથે અનેક કામો સ્થિરતા અને શાંતિપૂર્વક સંભાળવાની શક્તિ આપી છે અને તેઓ જીવનમાં સંતુલન જાળવી શકે છે.

 શિલ્પા શેટ્ટી
બૉલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં ફિટનેસનો ટ્રેન્ડ થયો એ પહેલાંથી જ શિલ્પા શેટ્ટી યોગની સમર્થક રહી છે. 2007માં તેણે યોગ પર આધારીત ડીવીડી રિલીઝ કરી હતી જેમાં પાંચ વિભાગો હતા અને દરેક ફિટનેસ લેવલ માટે યોગ્ય રીતે ડિઝાઇન કરવામાં આવ્યા હતા. આ ડીવીડી દ્વારા તેણે શરૂઆત કરનારાઓને આસનો અને શ્વાસ નિયંત્રણના માધ્યમથી શરીર મજબૂત અને ટોન કરવામાં મદદ કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. આજ પણ શિલ્પા શેટ્ટી 50 વર્ષની ઉંમરે પણ તંદુરસ્તીનું જીવંત ઉદાહરણ છે અને યોગ અભ્યાસને રોજિંદા જીવનનો અભિન્ન હિસ્સો બનાવ્યું છે. તેણે બનાવેલું મોબાઇલ એપ્લિકેશન `Simple Soulful by Shilpa` Android અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે અને યોગ, ફિટનેસ તથા ડાયટ પ્રોગ્રામ્સ દ્વારા લોકોને આરોગ્યમય જીવનશૈલી અપનાવામાં મદદરૂપ થાય છે. તેનું યોગ માટેનું સમર્પણ અને તેનું પ્રસારણ, આજની પેઢી માટે એક પ્રેરણારૂપ માર્ગદર્શિકા બની ગયું છે.

અક્ષય કુમાર
57 વર્ષની ઉંમરે પણ અક્ષય કુમાર હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીલદ સૌથી ફિટ સ્ટાર્સમાંલદ એક ગણાય છે. તેની તંદુરસ્તીનું રહસ્યમાં સરળ પણ અત્યંત અનુશાસિત દૈનિક રૂટિન, જેમાં યોગ, માર્શલ આર્ટ્સ, ધ્યાન, રમતગમત, સંતુલિત આહાર અને નિયમિત ઊંઘનો સમાવેશ થાય છે. અક્ષય કુમાર નવા ફિટનેસ ટ્રેન્ડ્સ કે જિમની ભારે વર્કઆઉટ રુટિનથી દૂર રહીને પણ પોતાની ફિટનેસ જાળવે છે. તેનું શારીરિક સ્વાસ્થ્ય યોગ અને પરંપરાગત જ્ઞાન પર આધારિત એક સુવ્યવસ્થિત જીવનશૈલીનું પરિણામ છે. યોગ સિવાય તે આઉટડોર એક્ટિવિટીઝ, પૂરતું પાણી પીવું અને ફંક્શનલ ટ્રેનિંગને પણ તંદુરસ્તી માટે જવાબદાર માને છે. અક્ષયનું જીવનચક્ર બતાવે છે કે સાદગીમાં પણ ફિટનેસ મેળવવી શક્ય છે, જો તેમા સંયમ અને નિયમિતતા હોય.

ફારહાન અખ્તર
ફારહાન અખ્તર અભિનેતા, નિર્માતા અને સંગીતકાર તરીકે ઓળખાતા બહુમુખી કલાકારે 2013ની ફિલ્મ ‘ભાગ મિલખા ભાગ’ માટે જે રીતે પોતાનું શરીર બદલી નાખ્યું, તે ફિટનેસ જગતમાં ચર્ચાનો વિષય બન્યું. આજ 50ની આસપાસની ઉંમર હોવા છતાં પણ ફારહાન અખ્તર યોગ, વેઇટ ટ્રેનિંગ, કાર્ડિયો, વૉલીબોલ અને સ્વિમિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓ સાથે વર્કઆઉટ રૂટિન ફૉલો કરે છે. તેમજ તે ક્લિન ઈટિંગના સમર્થક છે: ખાંડ, દારૂ અને અનહેલ્ધી ફૂડથી દૂર રહે છે. તેના માટે યોગ માત્ર એક કસરત નથી, પણ સ્વસ્થ જીવનનું એક મહત્ત્વપૂર્ણ તત્વ છે, જે શારીરિક ક્ષમતા સાથે માનસિક તાકાતમાં પણ વધારો કરે છે. ફારહાન અખ્તરની જીવનશૈલી તરફનું આ સમર્પણ બતાવે છે કે ફિટનેસ માટે કોઈ શૉર્ટકટ નથી. યોગ્ય દૃઢનિષ્ણય અને નિયમિતતા હોય તો કોઈપણ ઉંમરે શારિરિક અને માનસિક સૌંદર્ય મેળવવું શક્ય છે.

yoga international yoga day anand pandit shilpa shetty akshay kumar farhan akhtar healthy living mental health celeb health talk health tips bollywood buzz bollywood gossips bollywood news bollywood entertainment news