દિગ્ગજ ઍક્ટર બનવા માટે અલગ-અલગ પ્રકારના રોલ કરવા જરૂરી છે : મૃણાલ ઠાકુર

24 June, 2022 01:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે એક ફૅમિલી-કૉમેડી ‘આંખ મિચૌલી’ અને વૉર પર આધારિત ફિલ્મ ‘પીપા’માં જોવા મળવાની છે

મૃણાલ ઠાકુર

મૃણાલ ઠાકુરનું માનવું છે કે દિગ્ગજ ઍક્ટર બનવા માટે અલગ-અલગ પ્રકારના રોલ કરવા અગત્યનું છે. મૃણાલે ‘લવ સોનિયા’થી ઍક્ટિંગમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં તે હાલમાં જ શાહિદ કપૂર સાથે ‘જર્સી’માં દેખાઈ હતી. તે એક ફૅમિલી-કૉમેડી ‘આંખ મિચૌલી’ અને વૉર પર આધારિત ફિલ્મ ‘પીપા’માં જોવા મળવાની છે. દરેક પ્રકારની ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરતાં મૃણાલે કહ્યું કે ‘હું શક્ય હોય એવા તમામ પ્રકારની ફિલ્મોમાં કામ કરવા માગું છું. હું એક જ પ્રકારના રોલમાં બંધાવા નથી માગતી. આ વાત તો મેં પહેલા દિવસે જ નક્કી કરી લીધી હતી. એનાથી કોઈ ફરક નથી પડતો કે એ મારી કરીઅરની શરૂઆત હતી. મેં માત્ર એક જ વાતનો નિશ્ચય કરી રાખ્યો હતો કે હું એવી ફિલ્મો અને પ્રોજેક્ટ્સ કરીશ જે મને એક ઍક્ટર તરીકે એક્સાઇટ કરે અને પડકાર આપે. મને એવું લાગે છે કે મોટા ઍક્ટર બનવા માટે તમારે અલગ રોલ્સ કરવા જોઈએ. આ ત્યારે જ શક્ય છે જ્યારે તમે પોતાની જાતને કોઈ વસ્તુમાં બાંધતા નથી. એક ઍક્ટર તરીકે મનોરંજન અને ક્રીએટિવિટીની દૃષ્ટિએ સંતુષ્ટિની વાત આવે ત્યારે તો મારા કામ સાથે હું હંમેશાં બૅલૅન્સ જાળવી રાખવાનો પ્રયાસ કરું છું.’

entertainment news bollywood bollywood news bollywood gossips mrunal thakur