૧૦ અવૉર્ડ્‌‍સ જીતીને આઇફા અવૉર્ડ્‍સમાં બાજી મારી ગઈ લાપતા લેડીઝ

12 March, 2025 06:55 AM IST  |  Jaipur | Gujarati Mid-day Correspondent

ફિલ્મ-અવૉર્ડ્‌‍સ ફંક્શનમાં કિરણ રાવે ડિરેક્ટ કરેલી ‘લાપતા લેડીઝ’ને અલગ-અલગ કૅટેગરીમાં સૌથી વધારે ૧૦ અવૉર્ડ્‍સ મળ્યા છે.

‘લાપતા લેડીઝ’ના અવૉર્ડ-વિજેતાઓ

આઇફા અવૉર્ડ્‌‍સની આ વર્ષે સિલ્વર જ્યુબિલી યોજાઈ છે અને આ વખતે અવૉર્ડ-ફંક્શનનું ત્રણ દિવસનું સેલિબ્રેશન રાજસ્થાનના જયપુર ખાતે યોજાયું હતું. આ ફંક્શનમાં રવિવારે ફિલ્મ-અવૉર્ડ્‌‍સ આપવામાં આવ્યા હતા. આ વખતના ફિલ્મ-અવૉર્ડ્‌‍સ ફંક્શનમાં કિરણ રાવે ડિરેક્ટ કરેલી ‘લાપતા લેડીઝ’ને અલગ-અલગ કૅટેગરીમાં સૌથી વધારે ૧૦ અવૉર્ડ્‍સ મળ્યા છે. આ પછી ‘કિલ’ને ચાર, ‘ભૂલભુલૈયા 3’ને ત્રણ અને ‘આર્ટિકલ 370’ને બે અવૉર્ડ્સ મળ્યા છે.

લાપતા લેડીઝને મળેલા અવૉર્ડ્‌‍

બેસ્ટ મૂવી

 

બેસ્ટ ડિરેક્શન

કિરણ રાવ

બેસ્ટ લીડિંગ રોલ (ફીમેલ)

નિતાંશી ગોયલ

બેસ્ટ સપોર્ટિંગ રોલ (મેલ)

રવિ કિશન

બેસ્ટ સ્ટોરી (ઓરિ​જિનલ) પૉપ્યુલર કૅટેગરી

બિપ્લબ ગોસ્વામી

બેસ્ટ ડેબ્યુ ઍક્ટર (ફીમેલ)

પ્રતિભા રંતા

બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર

રામ સંપથ

બેસ્ટ લિરિક્સ

પ્રશાંત પાંડે (સજની)

બેસ્ટ સ્ક્રીનપ્લે

સ્નેહા દેસાઈ

બેસ્ટ એડિટિંગ

જબીન મર્ચન્ટ

 

jaipur kiran rao iifa awards 2017 bollywood bollywood events bollywood news entertainment news ravi kishan