મને ફિલ્મ ડિરેક્ટ કરવાનું ગમશે : પંકજ ​ત્રિપાઠી

21 September, 2022 02:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે હાલમાં ડિઝની+હૉટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહેલી ‘ક્રિમિનલ જસ્ટિસ : અધૂરા સચ’માં જોવા મળી રહ્યો છે

પંકજ ત્રિપાઠી

પંકજ ​ત્રિપાઠીનું કહેવું છે કે એક દિવસ મારે ફિલ્મ ડિરેક્ટ કરવી છે. તે હાલમાં ડિઝની+હૉટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહેલી ‘ક્રિમિનલ જસ્ટિસ : અધૂરા સચ’માં જોવા મળી રહ્યો છે. આ વિશે વાત કરતાં પંકજ ત્રિપાઠીએ કહ્યું કે ‘હું આ કામ કરી રહ્યો છું, કારણ કે એક ઍક્ટર કેવી રીતે સ્ટોરી ટેલિંગનો પાર્ટ બને છે એ પ્રોસેસ મને ખૂબ ગમી છે. બિહારના એક નાનકડા ગામમાંથી આવનાર હું સ્ટોરી સાંભળીને મોટો થયો છું. હવે લોકોને સ્ટોરી કહેવાનું પણ મને પસંદ પડી રહ્યું છે. ઍક્ટિંગ કરવાની સાથે મારે હવે ફિલ્મ પણ ડિરેક્ટ કરવી છે. પ્રોડ્યુસર પણ મહત્ત્વનો પાર્ટ ભજવે છે, પરંતુ ડિરેક્ટર પાસે જ સ્ટોરીનું વિઝન હોય છે.’

આ સીઝનમાં મુખ્ય બે ચાઇલ્ડ ઍક્ટર્સ છે અને તેઓ ખૂબ ટૅલન્ટેડ છે. એક પુખ્ત વયના ઍક્ટર પાસે જે પ્રોફેશનલિઝમ અને ઍક્ટિંગની આશા રાખવામાં આવે છે એવા જ તેઓ પણ હતા. તેમને જોઈને મને મારા યુવાનીના દિવસો યાદ આવી ગયા, પરંતુ હું ત્યારે પણ નર્વસ નહોતો. : પંકજ ત્રિપાઠી

entertainment news bollywood news bollywood gossips bollywood pankaj tripathi