જો હું ઍક્ટર ન બન્યો હોત તો ખેડૂત બન્યો હોત : પંકજ ત્રિપાઠી

24 June, 2022 01:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’માં તેણે ભજવેલું પાત્ર સૌના ધ્યાનમાં આવ્યું હતું

પંકજ ત્રિપાઠી

પંકજ ત્રિપાઠીનું કહેવું છે કે જો તે ઍક્ટર ન બન્યો હોત તો તે ખેડૂત બન્યો હોત, કેમ કે ખેતી કરવી એ જ તેમના પરિવારનું કામ છે. ‘રન’માં નાનકડી ભૂમિકા ભજવ્યા બાદ ૨૦૧૨માં આવેલી ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’માં તેણે ભજવેલું પાત્ર સૌના ધ્યાનમાં આવ્યું હતું. ત્યાર બાદ તો તેણે અનેક ફિલ્મો અને વેબ-સિરીઝમાં કામ કર્યું છે. તેને પૂછવામાં આવ્યું હતું કે જો તે ઍક્ટર ન બન્યો હોત તો શું બનત? એનો જવાબ આપતાં પંકજ ​ત્રિપાઠીએ કહ્યું કે ‘ખેડૂત. મારા પિતા ખેડૂત હતા અને આ જ અમારું પેઢીઓથી ચાલ્યું આવતું કામ છે. હું પણ કદાચ ખેતી જ કરતો હોત. અથવા તો હું પૉલિટિક્સનો વિદ્યાર્થી હોવાથી કદાચ રાજકારણમાં ગયો હોત.’

તેની આ જર્ની વિશે પંકજ ત્રિપાઠીએ કહ્યું કે ‘ઍક્ટિંગની મારી આ જર્નીની સ્ટોરી ખૂબ લાંબી છે. પાંચથી છ નોકરીમાં હું નિષ્ફળ રહ્યો હતો અને આવી રીતે હું સિનેમામાં આવ્યો હતો. આજે હું જ્યાં છું ત્યાં સુધી પહોંચવા માટે મને દોઢથી બે દાયકાનો સમય લાગ્યો છે.’

જે ભાષામાં કમ્ફર્ટેબલ ન હોય એ પ્રોજેક્ટમાં કામ કરવું નથી પસંદ પંકજ ત્રિપાઠીને

પંકજ ત્રિપાઠી જો કોઈ ભાષામાં કમ્ફર્ટેબલ ન હોય તો તે એ પ્રોજેક્ટમાં કામ કરવાનું પસંદ નથી કરતો. તેનું એમ પણ કહેવું છે કે કોઈ અન્ય ઍક્ટર તેના અવાજનું ડબિંગ કરે એ પણ નથી ગમતું. પંકજ ત્રિપાઠીએ ‘સ્ત્રી’, ‘લુડો’ અને વેબ-સિરીઝ ‘મિર્ઝાપુર’માં કામ કર્યું હતું. તેની સત્ય ઘટના પર આધારિત ‘શેરદિલ : ધ પીલીભીત સાગા’ આજે રિલીઝ થઈ રહી છે. ભાષાને લઈને પંકજ ​ત્રિપાઠીએ કહ્યું કે ‘હું જે ભાષામાં કમ્ફર્ટેબલ ન હોઉં એ ફિલ્મ કે પછી વેબ-સિરીઝમાં કામ કરવાનું પસંદ નથી કરતો. મને એ નથી પસંદ કે મારા ડાયલૉગ્સ અન્ય કોઈ બોલે. મારી ઍક્ટિંગ અને હાવભાવ એ મારા અવાજના પૂરક છે નહીં તો મારો રોલ અધૂરો દેખાય.’

entertainment news bollywood bollywood news bollywood gossips pankaj tripathi