‘વૉર’માં કામ કરતી વખતે મરવાનો એહસાસ થતો હતો : હૃતિક રોશન

05 January, 2023 05:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૧૯માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં તેની સાથે ટાઇગર શ્રોફ અને વાણી કપૂર લીડ રોલમાં હતાં.

હૃતિક રોશન

હૃતિક રોશને જણાવ્યું છે કે તે જ્યારે ‘વૉર’નું શૂટિંગ કરતો હતો ત્યારે તેને મરવા જેવો એહસાસ થતો હતો. ૨૦૧૯માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં તેની સાથે ટાઇગર શ્રોફ અને વાણી કપૂર લીડ રોલમાં હતાં. એ ફિલ્મમાં કામ કરવાનો અનુભવ શૅર કરતાં હૃતિક રોશને કહ્યું કે ‘મને હલકો હોવાનો એહસાસ થતો હતો. હું ‘વૉર’ કરી રહ્યો હતો તો મને લાગ્યું કે હું મરી રહ્યો છું. હું એ ફિલ્મ માટે તૈયાર નહોતો. આ મારા માટે મોટી ચૅલેન્જ હતી. હું એ પર્ફેક્શન મેળવવાના પ્રયાસમાં હતો જેના માટે હું તૈયાર નહોતો. ફિલ્મ બાદ મને સારું નહોતું લાગી રહ્યું. હું ડિપ્રેશનમાં પહોંચી જવાનો હતો. એથી હું લોસ્ટ થઈ ગયો હતો અને એ વખતે મને લાગ્યું કે મારે મારી લાઇફમાં પરિવર્તન લાવવું જોઈએ.’

entertainment news bollywood news bollywood gossips bollywood hrithik roshan