26 August, 2026 12:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હનુમાન અંશ
૭ ઑગસ્ટે રિલીઝ થયેલી ‘હનુમાન અંશ’ ફિલ્મે રિલીઝના ત્રીજા અઠવાડિયામાં બૉક્સ-ઑફિસ પર સૌને ચોંકાવી દીધા છે. શરૂઆતમાં ધીમી રહેલી આ ફિલ્મને પૉઝિટિવ રિવ્યુનો મોટો ફાયદો મળ્યો, જેના કારણે ત્રીજા અઠવાડિયામાં કમાણીમાં જબરદસ્ત વૃદ્ધિ નોંધાઈ છે. ૩૧ જુલાઈએ રિલીઝ થયેલી આ ફિલ્મને પહેલા અઠવાડિયામાં માત્ર ૨૦૦ સ્ક્રીન્સ મળી હતી અને એણે ૮૯ લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. બીજા અઠવાડિયામાં ફિલ્મની કમાણી ઘટીને ૪૬ લાખ રૂપિયા રહી હતી અને સ્ક્રીન્સની સંખ્યા પણ ઘટીને ૪૦ થઈ ગઈ હતી.
જોકે ત્રીજા અઠવાડિયામાં પરિસ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ. ફિલ્મને ૪૦૦ સ્ક્રીન્સ મળી અને એણે માત્ર એક અઠવાડિયામાં ૩.૨૦ કરોડ રૂપિયાની કમાણી કરી. હવે ફિલ્મનું કુલ નેટ કલેક્શન ૪.૫૫ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. ત્રીજા અઠવાડિયાના અંતિમ ત્રણ દિવસમાં ફિલ્મે શુક્રવારે ૧૫ લાખ રૂપિયા, શનિવારે ૮૭ લાખ રૂપિયા અને રવિવારે ૨.૧૮ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
ઍક્ટ્રેસ તારા સુતરિયા પોતાની ફૅશન-સેન્સને કારણે ચર્ચામાં છે. હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘ટૉક્સિક: અ ફેરી ટેલ ફૉર ગ્રોન-અપ્સ’ના પ્રમોશન દરમ્યાન એક ઇવેન્ટમાં તેણે પહેરેલા આઉટફિટે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તારાએ પહેરેલા ન્યુટ્રલ ટોનના આઉટફિટની કુલ કિંમત લગભગ ૫૩,૯૨૭ રૂપિયા હતી, જ્યારે માત્ર તેની જિમી ચૂની બ્રૅન્ડની હીલ્સની કિંમત ૮૩,૮૪૬ રૂપિયા હતી. જો આઉટફિટ અને હીલ્સની કિંમત જોડવામાં આવે તો કુલ રકમ ૧,૩૭,૭૭૩ રૂપિયા થાય છે. નોંધનીય છે કે એમાં તેની અન્ય ઍક્સેસરીઝનો ખર્ચ સામેલ નથી, એટલે સંપૂર્ણ લુકની કિંમત એનાથી પણ વધુ છે. તારાએ પોતાના લુકને ઓવરસાઇઝ્ડ સનગ્લાસિસ અને સ્ટેટમેન્ટ ઇઅર-રિંગ્સ સાથે કમ્પ્લીટ કર્યો હતો.
ઇમરાન હાશ્મી અને દિશા પાટનીની ‘આવારાપન 2’એ બૉક્સ-ઑફિસ પર સારી કમાણી કરી છે. ફિલ્મની સફળતાનું સેલિબ્રેશન કરવા માટે સોમવારે જુહુની ફાઇવસ્ટાર હોટેલ જે.ડબ્લ્યુ. મૅરિયટ ખાતે ભવ્ય સક્સેસ-પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં ઇમરાન હાશ્મી પોતાની પત્ની પરવીન શહાની સાથે પહોંચ્યો હતો. ઇમરાન ઉપરાંત દિશા પાટની, ૨૦૦૭માં આવેલી ‘આવારાપન’ના ડિરેક્ટર મોહિત સૂરિ તેમ જ ફિલ્મના મેકર્સે પણ પાર્ટીમાં હાજરી આપી હતી. આ સક્સેસ-પાર્ટી દરમ્યાન ઇમરાન હાશ્મીએ ફૅન્સનો આભાર માન્યો હતો. ફિલ્મને મળેલી જોરદાર સફળતાને જોતાં તેણે આશા વ્યક્ત કરી હતી કે ‘આવારાપન ૩’ પણ ટૂંક સમયમાં બનાવવામાં આવશે.