ગુજરાતી ફિલ્મ ‘વશ’એ કર્યા બોલિવૂડ અભિનેતા અજય દેવગનને વશ, બનશે હિન્દી રિમેક

13 May, 2023 03:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બોલિવૂડમાં ફિલ્મને વિકાસ બહલ ડિરેક્ટ કરશે, જુનમાં શૂટિંગ શરુ થશે

‘વશ’નું પોસ્ટર, અજય દેવગન

સાઉથની ફિલ્મ્સ (South Film)માંથી કે હોલિવૂડ (Hollywood)ની ફિલ્મોમાંથી બોલિવૂડ (Bollywood)ની ફિલ્મોમી રિમેક બનતી જ હોય છે. પણ હવે ગુજરાતીઓએ વધુ ગર્વ કરવાની જરુર છે. કારણકે, કૃષ્ણદેવ યાજ્ઞિક (Krishnadev Yagnik)ની ગુજરાતી ફિલ્મ ‘વશ’ (Vash) પરથી બોલિવૂડમાં રિમેક બનવા જઈ રહી છે. ગુજરાતી ફિલ્મની હિન્દી રિમેકમાં બોલિવૂડના ર્સ્ટાસ હશે.

૧૦ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ થિયેટરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘વશ’નું લેખન અને દિગ્દર્શન કૃષ્ણદેવ યાજ્ઞિકે કર્યું હતું. ફિલ્મે થિયેટરમાં ધૂમ મચાવી હતી. ફિલ્મમાં જાનકી બોડીવાલા (Janki Bodiwala), નિલમ પંચાલ (Niilam Paanchal), હિતેન કુમાર (Hiten Kumar), હિતુ કનોડિયા (Hitu Kanodia) અને આર્યન સંઘવી (Aaryan Sanghvi) મુખ્ય ભૂમિકામાં છે. આ સાયકૉલોજીકલ થ્રિલર ફિલ્મ છે. ગુજરાતીમાં ફિલ્મ પ્રોડ્યુસ કૃણાલ સોની (Krunal Soni)એ કરી હતી.

હવે ફિલ્મની બોલિવૂડમાં હિન્દી રિમેક થશે. અહેવાલો પ્રમાણે, ‘વશ’ની હિન્દી રિમેકમાં અજય દેવગન (Ajay Devgn) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જ્યારે ફિલ્મનું દિગ્દર્શન વિકાસ બહલ (Vikas Bahl) કરશે. ફિલ્મને પ્રોડ્યુસ કુમાર મંગત (Kumar Mangat) કરશે.

આ પણ વાંચો – જાનકી બોડીવાલા કરશે ‘વશ’

‘વશ’ની હિન્દી રિમેકની જાહેરાત થતા જ ગુજરાતીઓનું શેર લોહી ચડ્યું છે. ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ ખુશખુશાલ છે અને આ ક્ષણને પ્રાઉડ ગણાવી રહી છે.

અહેવાલોનું માનીએ તો, કુમાર મંગત હાલમાં લંડનમાં ફિલ્મ માટે લોકેશન શોધવામાં વ્યસ્ત છે.

આ પણ વાંચો – Vash Trailer: કોણ કોને અને કેવી રીતે `વશ` કરે છે? જુઓ સાઇકૉલોજીકલ થ્રિલર ફિલ્મનું ટ્રેલર

ફિલ્મ પેનોરમા સ્ટુડિયો (Panorama Studios)ના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે, જેમાં અજય દેવગન, કુમાર મંગત અને મંગતના પુત્ર અભિષેક પાઠક (Abhishek Pathak) નિર્માતા છે.

માનવામાં આવી રહ્યું છે કે, `વશ`ની રિમેકનું શૂટિંગ જૂનમાં શરૂ થશે અને તેનું શૂટિંગ મુંબઈ, મસૂરી અને લંડનમાં થશે.

આ પણ વાંચો – Vash Review: અનપ્રેડિક્ટેબલ અંત સાથે, સસ્પેન્સ થ્રિલરનો આનંદ આપતી ફિલ્મ

સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે, હિન્દી રિમેક માટેનું પેપરવર્ક હાલમાં પ્રગતિમાં છે અને રવિવાર સુધીમાં તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેવી અપેક્ષા છે.

`વશ` સાયકૉલોજીકલ થ્રિલર ફિલ્મ છે. ગુજરાતી ફિલ્મે થિયેટર ગજવ્યું હતું અણે પ્રેક્ષકોનું ખુબ મનોરંજન કર્યું હતું.

bollywood bollywood news ajay devgn upcoming movie dhollywood news gujarati film