‘અવૉર્ડ્સમાંથી પણ જેન્ડર કાઢી નાખવી જોઈએ’

13 October, 2021 12:55 PM IST  |  Mumbai | Harsh Desai

ઇન્ટરનૅશનલ અવોર્ડ્સ શો પરથી પ્રેરણા લઈને ઇન્ડિયામાં પણ એનો અમલ કરવાની માગ કરી ભૂમિ પેડણેકરે

હાઉસ ઑફ પેડણેકર

ભૂમિ પેડણેકરનું કહેવું છે કે ઇન્ડિયન અવૉર્ડ્સમાંથી પણ હવે જેન્ડર કાઢી નાખવી જોઈએ. ભૂમિ એવાં જ પાત્રો કરે છે જે મહિલાઓને ન્યાય આપતાં હોય. હવે તે અવૉર્ડ્સમાં પણ દરેક વ્યક્તિને એકસરખી ગણવામાં આવે એ વિશે અવાજ ઉઠાવી રહી છે. હાલમાં જ બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં પહેલી વાર જેન્ડર-ન્યુટ્રલ અવૉર્ડ્સમાં મહિલા અને પુરુષ બન્નેને એક જ કૅટેગરીમાં રાખવામાં આવ્યાં હતાં. ધ ગોથામ અવૉર્ડ્સમાં પણ બેસ્ટ ઍક્ટર અને બેસ્ટ ઍક્ટ્રેસની જગ્યે લીડ પર્ફોર્મન્સ અવૉર્ડ રાખવામાં આવ્યો છે. ૨૦૨૧ના એમી અવૉર્ડ્સમાં પણ ઍક્ટર અને ઍક્ટ્રેસની જગ્યાએ પર્ફોર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ધ વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ પણ હવે જેન્ડર-ન્યુટ્રલ કૅટેગરી રાખી રહ્યો છે. આ વિશે ભૂમિએ કહ્યું હતું કે ‘છેલ્લા એક વર્ષથી એ જોઈને ખુશી રહી છે કે અવૉર્ડ્સ ફંક્શનમાં હવે જેન્ડર ન્યુટ્રલ અવૉર્ડ્સ રાખવામાં આવી રહ્યા છે. આપણી ઇન્ડસ્ટ્રીમાં પણ જો મહિલાઓ માટે સારાં પાત્રો લખવામાં આવતાં રહેશે તો આપણે પણ એ સ્થળે પહોંચી શકીએ જ્યાં જેન્ડર ન્યુટ્રલ અવૉર્ડ્સ હોય. 
આર્ટિસ્ટ તેણે કરેલા કામથી ઓળખાવો જોઈએ નહીં કે જેન્ડરથી. આપણી દુનિયા સતત વિકાસ થઈ રહી છે અને એથી આપણે આવાં સ્ટેપને પ્રમોટ કરવાં જોઈએ. આ દરેક જેન્ડર માટે ખૂબ જ સારું સ્ટેપ કહેવાશે. સમય આવી ગયો છે કે આપણે જેન્ડરના ફિલ્ટર વગર રિયલ ટૅલન્ટનો સ્વીકાર કરીએ.’

હાઉસ ઑફ પેડણેકર
ભૂમિ પેડણેકરે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે. આ ફોટોમાં તેની સાથે તેની બહેન સમીક્ષા પેડણેકર પણ જોવા મળી રહી છે. બન્નેનો ગ્લૅમર ફોટો શૅર કરીને ભૂમિએ કૅપ્શન આપી હતી, ‘હાઉસ ઑફ પેડણેકર.’

bollywood news bollywood bollywood gossips bhumi pednekar harsh desai