પાંચ મહિના બાદ શૂટિંગ શરૂ કર્યું કાર્તિકે આર્યને

03 August, 2021 10:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજી વેવમાં શૂટિંગ અટકી પડ્યાં હતાં અને કાર્તિકને પણ કોરોના થયો હતો. ફોટો શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી કે ‘શૂટ પર જઈ રહ્યો છું. પાંચ મહિના બાદ. મને જે ખૂબ જ પસંદ છે એ જ હું કરી રહ્યો છું.’

કાર્તિક આર્યન

કાર્તિક આર્યને પાંચ મહિના બાદ શૂટિંગ શરૂ કર્યું છે. તેણે ‘ફ્રેડી’નું શૂટિંગ શરૂ કર્યું છે.  એકતા કપૂર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મને શશાંક ઘોષ દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. આ ફિલ્મના શૂટિંગ માટે કાર્તિક બાઇક પર ગયો હતો અને તેણે વર્સોવાથી જેટી પકડી હતી. બીજી વેવમાં શૂટિંગ અટકી પડ્યાં હતાં અને કાર્તિકને પણ કોરોના થયો હતો. ફોટો શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી કે ‘શૂટ પર જઈ રહ્યો છું. પાંચ મહિના બાદ. મને જે ખૂબ જ પસંદ છે એ જ હું કરી રહ્યો છું.’

kartik aaryan bollywood news bollywood bollywood gossips entertainment news