‘જુગ જુગ જિયો’નું ફર્સ્ટલૂક

21 November, 2021 04:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મને લગતી એક નાનકડી ક્લીપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કિયારાએ કૅપ્શન આપી હતી કે ‘અમે એક બીજાને પ્રેમ કરીએ છીએ, સાથે સેલિબ્રેટ કરીએ છીએ. આ પરિવાર હંમેશાં સાથે રહે છે.

‘જુગ જુગ જિયો’નું ફર્સ્ટલૂક

વરુણ ધવન અને કિયારા અડવાણીની ‘જુગ જુગ જિયો’ આવતા વર્ષે 24 જૂને રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં વરુણ અને કિયારાની સાથે અનિલ કપૂર, નીતુ કપૂર, મનીષ પૉલ અને પ્રાજક્તા કોલી લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મને રાજ મહેતાએ ડિરેક્ટ કરી છે અને કરણ જોહરે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મનો ફર્સ્ટ લૂક કરણ જોહરે શૅર કર્યો છે. ફોટોમાં કિયારા દુલ્હન અને વરુણ દુલ્હો બન્યો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરણ જોહરે કૅપ્શન આપી હતી કે ‘2022ની 24 જૂને ‘જુગ જુગ જિયો’ રિલીઝ થવાની છે. આવો અમારી સાથે ફૅમિલીને સેલિબ્રેટ કરો.’
બીજી તરફ આ ફિલ્મને લગતી એક નાનકડી ક્લીપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કિયારાએ કૅપ્શન આપી હતી કે ‘અમે એક બીજાને પ્રેમ કરીએ છીએ, સાથે સેલિબ્રેટ કરીએ છીએ. આ પરિવાર હંમેશાં સાથે રહે છે. અમારી સાથે ‘જુગ જુગ જિયો’ને સેલિબ્રેટ કરો. 2022ની 24 જૂને થિયેટર્સમાં રિલીઝ થાય છે.’

bollywood news bollywood bollywood gossips entertainment news kiara advani