રાઇટિંગમાં જરૂર હતી ‘સનક’ની

16 October, 2021 06:24 PM IST  |  Mumbai | Harsh Desai

જોરદાર એક્શનથી ભરપૂર આ ફિલ્મની સ્ટોરી ખૂબ જ પ્રિડિક્ટેબલ છે : એક્શનની સાથે ડિરેક્શન અને સ્ક્રિપ્ટ પર વધુ ફોકસ કરવાની જરૂર હતી

રાઇટિંગમાં જરૂર હતી ‘સનક’ની

સનક
કાસ્ટ : વિદ્યુત જામવાલ, રુકમિણી મૈત્રા, ચંદન રોય સાન્યાલ, નેહા ધુપિયા
ડિરેકટર : કનિષ્ક વર્મા
  

વિદ્યુત જામવાલની ‘સનક’ ડિઝની + હોટસ્ટાર પર રિલીઝ થઈ છે. વિપુલ અમૃતલાલ શાહ દ્વારા પ્રોડ્યુસ અને કનિષ્ક વર્મા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ ૧૧૭ મિનિટની છે. આ ફિલ્મમાં વિદ્યુતની સાથે રુકમિણી મૈત્રા, ચંદન રોય સાન્યાલ અને નેહા ધુપિયા છે.
સ્ટોરી ટાઇમ
આ ફિલ્મની શરૂઆત વિદ્યુત એટલે કે વિવાન અને રુકમિણી એટલે કે અંશિકાથી થાય છે. તેઓ એક કેમ્પ ફાયર કરતાં હોય છે અને ત્રીજી મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યાં હોય છે. ત્યાં જ અંશિકા બેભાન થઈ જાય છે. ડોક્ટરની તપાસમાં તેને સિરિયસ બીમારીનું નિદાન થાય છે અને એનું ઓપરેશન ખૂબજ મોંધુ હોય છે. 70 લાખ રૂપિયા વિવાન ઘર વેચીને તેની પત્નીનું ઓપરેશન કરાવે છે. તેની પત્નીના સફળ ઓપરેશન બાદ તેને જ્યારે રજા આપવામાં આવવાની હોય છે ત્યારે જ ટેરિરિસ્ટ આવીને હોસ્પિટલને તેમના તાબામાં લે છે. તેઓ દરેક પેશન્ટને હોસ્ટેજિસ બનાવે છે. આ ટેરિરિસ્ટનો લીડર સાજુ સોલંકિ એટલે કે ચંદન રોય સાન્યાલ હોય છે. તે ગેરકાયદેસર હથિયાર વેંચતા અજય પાલ સિંહને (કિરણ કર્માકર) પોલીસના કબજામાંથી છોડાવવા માગતો હોય છે. અહીંથી હોસ્ટેજ ડ્રામાની શરૂઆત થાય છે.
ડિરેક્શન અને સ્ક્રીનપ્લે
કનિષ્ક વર્મા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મનું ડિરેક્શન ખૂબ જ કંગાળ છે. તે એક પ્રીડિક્ટેબલ હોસ્ટેજ સ્ટોરીને પણ સારી રીતે નથી દેખાડી શક્યો. તેણે મોટાભાગની મહેનત વિદ્યુતની એક્શનને પ્રમોટ કરવા પાછળ કરી હોય એવું 
લાગે છે. ઓહ, વેઈટ. એ મહેનત તો એક્શન ડિરેક્ટર એન્ડી લોન્ગે કરી છે. તેમ જ આશિષ પી. વર્મા દ્વારા સ્ટોરીને ખૂબ જ નબળી લખવામાં આવી છે. વિવાન અને અંશિકાની સ્ટોરીને પણ એક્સપ્લોર કરવામાં નથી 
આવી. તેમની બેક સ્ટોરી દેખાડવી જરૂરી હતી, જેથી કરીને તેમની વચ્ચેના પ્રેમ સાથે લોકો કનેક્ટ થઈ શકે. જોકે એ અહીં ગાયબ હતું. સીધુ મારધાડ કરવામાં આવી હતી. એક્શન ભલે સારી હોય, પરંતુ 
પ્લોટ એટલો જ ખરાબ હતો. ડોયલોગ પણ ખૂબ જ નિરશ હતા. વર્ક ફ્રોમ હોમ કરતાં રાઇટરમાં આળસ આવી ગયું હોય અને સ્ક્રિપ્ટ લખી હોય એવું લાગી રહ્યું હતું. નેટફ્લિક્સની ‘ફોદા’માં હોસ્પિટલની હોસ્ટેજ સીચ્યુએશનને 
ખૂબ જ સારી રીતે દેખાડવામાં આવી હતી, પરંતુ અહીં એ ગાયબ છે. ‘મુંબઈ ડાયરીસ : 26/11’ અને ‘હોસ્ટેજીસ’ જેવા ઇન્ડિયન શો બાદ પણ આવા ટિપિકલ સ્ટોરી લઈને આવવું ખૂબ જ શરમજનક છે.
એક્શન (એક્ટિંગને એ કહેવું ખોટું નથી)
વિદ્યુતે તેના પાત્રને ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. તે બોલીવુડમાં એક્શન હીરો તરીકે જાણીતો છે અને તેણે એ બિરુદ કાયમ રાખ્યું છે. તેણે તેની દરેક એક્શનને એકદમ ક્લીન રાખી છે અને દરેક સ્ટન્ટ પોતે કર્યાં છે. તેની એક્શનમાં આ વખતે માર્શલ આર્ટ્સની પણ ઝલક જોવા મળે છે અને એનું કારણ છે કે તે ફિલ્મમાં એમ.એમ.એ ટ્રેઇનર હોય છે. એમ.આર.રાઇરૂમ અને ફિઝયો રૂમની એક્શન ખૂબ જ જોરદાર છે કારણ કે એમાં એક્શન માટે રૂમમાં હાજર મોટાભાગની દરેક વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એ લોજિકલ પણ લાગે છે. તેની પત્નીનું પાત્ર ભજવનાર રુકમિણી પાસે કામ કરવા માટે એટલો સારો સ્કોપ નહોતો. તેમની બેક સ્ટોરી દેખાડવામાં આવી હોત તો કદાચ રુકમિણી પોતાની છાપ છોડી શકી હોત. નેહા ધુપિયાને શું કામ લેવામાં આવી હતી અને તેને પાત્ર ઓફર કરવામાં આવ્યું તો પણ તેણે શું કામ હા પાડી હતી એ એક સવાલ છે. તેની પાસે ઘણીને બે દૃશ્યો હતા જેમાં પણ તે બોલીવુડના ઘિસાપીટા ડાયલોગ બોલે છે. આ ફિલ્મમાં વિલનનું પાત્ર ભજવનાર ચંદન રોય સાન્યાલે ખૂબ જ સારું કામ કર્યું છે. તે પહેલીવાર ફૂલ ફ્લેજ વિલન બન્યો છે અને બોસ શું બન્યો છે. જોકે તેની અને વિદ્યુત વચ્ચેની ડાયલોગ બાજી ખૂબ જ કમજોર છે. તેમ જ તેમની બન્ને વચ્ચેની ફાઇટને પણ થોડી એક્સાઇટિંગ બનાવવાની જરૂર હતી.
માઇન્સ પોઈન્ટ
નિરશ ડાયલોગની સાથે પન્ચ લાઇનની ખૂબ જ કમી જોવા મળી છે. સ્ક્રિપ્ટને ઉપરછલ્લી ળકવામાં આવી એ સૌથી મોટો માઇન્સ પોઇન્ટ છે. ગેમ રમતા બાળકને અચાનક બંદુક વિશે તમામ જ્ઞાન આવી જાય છે. તેમ જ તે બોમ્બ પણ ડીફ્યુઝ કરી નાખે છે. વિલનના સાથીઓ શું કામ ફોરેનર હોય એ એક સવાલ છે. વિવિધ દેશના લોકોને તેણે રાખ્યા હોય છે અને તેઓ હિન્દીમાં તેમના માલિકીના ઓર્ડર પણ સમજતાં હોય છે. ટેરિરિસ્ટ દ્વારા હોસ્પિટલને જ બેઝ બનાવવામાં આવ્યો હોય છે. દરેકને મારી નાખ્યા બાદ એન્ડમાં વિદ્યુત અને રુકમિણીનું ચેકઅપ બહાર એમ્બ્યુલન્સમાં કેમ કરવામાં આવે છે અને એ પણ નવ માળની હોસ્પિલની બહાર. એ ખરેખર વિચિત્ર લાગે છે.
મ્યુઝિક
ફિલ્મમાં એક જ ગીત છે અને એ પણ બેકગ્રાઉન્ડમાં ચાલતું રહે છે. આથી ગીતનો સમાવેશ કરીને એક્શન ફિલ્મમાં લોકોને કંટાળો આવે એવું કરવામાં નથી આવ્યું. જોકે બેકગ્રાઉન્ડ મ્યુઝિક ખૂબ જ કંગાળ હતું. એક્શન સાથે બેકગ્રાઉન્ડ બંધબેસતુ હોય તો ફિલ્મ જોવાની મોજ પડી જાય છે. જોકે અહીં એવું નથી થતું.
આખરી સલામ
વિદ્યુત એક સારો એક્શન હીરો છે અને તે એક્ટિંગ પણ કરી જાણે છે, પરંતુ તે મોટાભાગે કંગાળ સ્ક્રિપ્ટનો શિકાર બને છે. જોકે તેની એક્શન એક સૂતરી બોમ્બ જેવી ધમાકેદાર છે.

harsh desai entertainment news bollywood news bollywood bollywood gossips bollywood movie review