‘પઠાન’ માટે લોકેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોવાથી એને આઠ દેશમાં શૂટ કરવામાં આવી છે : સિદ્ધાર્થ આનંદ

02 December, 2022 05:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેનું કહેવું છે કે ઍક્શનને ધ્યાનમાં રાખીને ફિલ્મના પ્રી-પ્રોડક્શનમાં તેમને બે વર્ષનો સમય લાગી ગયો હતો

‘પઠાન’ માટે લોકેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોવાથી એને આઠ દેશમાં શૂટ કરવામાં આવી છે : સિદ્ધાર્થ આનંદ

‘પઠાન’ની ઍક્શન સીક્વન્સ માટે સિદ્ધાર્થ આનંદે આઠ દેશની પસંદગી કરી હતી. યશરાજ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મને સિદ્ધાર્થે ડિરેક્ટ કરી છે. શાહરુખ ખાનની આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ અને જૉન એબ્રાહમે પણ કામ કર્યું છે. આ માટે સ્પેન, યુનાઇટેડ આરબ અમીરાત, તુર્કી, રશિયા, સાઇબેરિયા, ઇટલી, ફ્રાન્સ અને ઇન્ડિયાની સાથે અફઘાનિસ્તાનને પસંદ કરવામાં આવ્યો છે. આ વિશે સિદ્ધાર્થે કહ્યું કે ‘મારી ફિલ્મોમાં લોકેશન હંમેશાં મોટી ભૂમિ​કા ભજવે છે. ‘પઠાન’ માટે લોકેશન વધુ મહત્ત્વનું છે, કારણ કે એની ઍક્શન અલગ પ્રકારની છે. ઍક્શનને વધુ રોમાંચક બનાવવા માટે લોકેશન એટલાં જરૂરી હતાં અને અમે એથી જ આઠ દેશમાં એનું શૂટિંગ કર્યું છે. અમે એ વાતને લઈને એટલા ચોક્કસ હતા કે અમારે એને રોમાંચક બનાવવી હતી. ‘પઠાન’ના પ્રી-પ્રોડક્શનમાં અમને બે વર્ષનો સમય લાગ્યો હતો, કારણ કે અમે આ ફિલ્મને લઈને એકદમ ચોક્કસ રહેવા માગતા હતા. અમે દુનિયાનાં સૌથી શાંત અને સુંદર સ્થળોએ શૂટિંગ કરવાનું નક્કી કર્યું હતું. મને આશા છે કે ૨૫ જાન્યુઆરીએ દર્શકોને આ ફિલ્મ થિયેટર્સમાં ખૂબ જ પસંદ પડશે.’

‘ડંકી’નું શૂટિંગ પૂરું કરીને સાઉદી અરબની મિનિસ્ટ્રીનો આભાર માન્યો શાહરુખ ખાને

શાહરુખ ખાને તેની આગામી ફિલ્મ ‘ડંકી’નું શૂટિંગ સાઉદી અરબમાં પૂરું કરીને ત્યાંની મિનિસ્ટ્રીનો આભાર માન્યો છે. આ ફિલ્મમાં તેની સાથે તાપસી પન્નુ પણ જોવા મળશે. ફિલ્મને રાજકુમાર ​હીરાણીએ બનાવી છે. આ ફિલ્મ આવતા વર્ષે ડિસેમ્બરમાં થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મની જાહેરાત આ વર્ષે એપ્રિલમાં કરવામાં આવી હતી. ‘ડંકી’નું શૂટિંગ સાઉદી અરબમાં પૂરું કરીને શાહરુખે એક વિડિયો ક્લિપ શૅર કરી છે, જેમાં તે કહી રહ્યો છે કે ‘આનાથી સારી બાબત ન હોઈ શકે કે તમારી ફિલ્મનું શેડ્યુલ તમે પૂરું કરી લો છો. અમે ‘ડંકી’નું શૂટિંગ સાઉદી અરબમાં પૂરું કરી લીધું છે. એથી હું રાજુ સર અને સાઉદીની મિનિસ્ટ્રી ઑફ કલ્ચરનો આભાર માનવા માગું છું. ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી. એ વિડિયો ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શાહરુખે કૅપ્શન આપી હતી, ‘સાઉદી અરબ મિનિસ્ટ્રી ઑફ કલ્ચર, ટીમ અને આ શેડ્યુલને સરળતાથી પાર પાડવા માટે સૌનો ખૂબ આભાર માનું છું.’

harsh desai entertainment news bollywood news bollywood gossips bollywood upcoming movie Shah Rukh Khan