પાયજામા પાર્ટી

22 November, 2021 12:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘આ એકમાત્ર એવાં લગ્ન હતાં જેની પાયજામા પાર્ટીમાં હું મારી નાઇટી અને રબરનાં ચંપલ પહેરીને ગઈ હતી. હજી સુધી એ પાર્ટીનો નશો કાયમ છે.’

પાયજામા પાર્ટી

રાજકુમાર રાવ અને પત્રલેખાએ લગ્ન બાદ પાયજામા પાર્ટી રાખી હતી. એ પાર્ટીમાં પત્રલેખાની બહેન પર્ણલેખા, ફારાહ ખાન કુંદર ઉપરાંત તેમના અનેક ફ્રેન્ડ્સ પણ પહોંચ્યા હતા. રાજકુમાર રાવ અને પત્રલેખાએ ચંડીગઢમાં ૧૫ નવેમ્બરે લગ્ન કરી લીધાં છે. બન્નેના આઉટફિટ્સ ફેમસ ડિઝાઇનર સબ્યસાચીએ ડિઝાઇન કર્યા હતા. બન્ને ખૂબ આકર્ષક દેખાઈ રહ્યા હતા. આ પાયજામા પાર્ટીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ફારાહ ખાન કુંદરે કૅપ્શન આપી હતી કે ‘આ એકમાત્ર એવાં લગ્ન હતાં જેની પાયજામા પાર્ટીમાં હું મારી નાઇટી અને રબરનાં ચંપલ પહેરીને ગઈ હતી. હજી સુધી એ પાર્ટીનો નશો કાયમ છે.’

bollywood news bollywood bollywood gossips entertainment news rajkummar rao patralekha farah khan