સેટ પર રોજ મારો પહેલો જ દિવસ હોય એવું લાગે છે : માનુષી છિલ્લર

26 September, 2022 03:15 PM IST  |  Mumbai | Harsh Desai

અક્ષયકુમાર સાથે કરીઅરની શરૂઆત કરનાર માનુષી હવે જૉન એબ્રાહમ સાથેની ‘તેહરાન’નું શૂટિંગ કરી રહી છે

માનુષી છિલ્લર

માનુષી છિલ્લરનું કહેવું છે કે સેટ પર રોજ તેને પહેલો દિવસ હોય એવો એહસાસ થાય છે. અક્ષયકુમાર સાથે કરીઅરની શરૂઆત કરનાર માનુષી હવે જૉન એબ્રાહમ સાથેની ‘તેહરાન’નું શૂટિંગ કરી રહી છે. માનુષી તેની બીજી જ ફિલ્મમાં ઍક્શન કરતી જોવા મળશે. આ ફિલ્મને દિનેશ વિજન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. આ વિશે વાત કરતાં માનુષીએ કહ્યુ કે ‘મારા માટે ‘તેહરાન’ એક લર્નિંગ એક્સ્પીરિયન્સ રહ્યો છે. આ ફિલ્મ એકદમ અલગ છે અને ઍક્ટર તરીકે હું એમાં પોતાની જાતને એકદમ અલગ રીતે રજૂ કરી શકીશ એની મને ખુશી છે. સિનેમામાં મારી કરીઅર હજી તો શરૂ થઈ છે. સેટ પર રોજ જ મારો પહેલો દિવસ હોય એવો મને એહસાસ થાય છે. હજી તો મારે ઘણું શીખવાનું છે. પહેલાં ઐતિહાસિક અને હવે ઍક્શન. બે ફિલ્મમાં મને અલગ-અલગ પ્રકારની ફિલ્મો કરવાનો ચાન્સ મળ્યો છે અને આવા વધુ ચાન્સ માટે હું તૈયાર છું.’

entertainment news bollywood news manushi chhillar upcoming movie tehran harsh desai