તસવીરમાં દેખાતી આ છોકરીને ઓળખો છો? દિગ્ગજો સાથે પણ કર્યું કામ, હાલ છે સાંસદ

05 January, 2023 09:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

14 વર્ષની ઉંમરમાં તેમણે ફિલ્મોમાં ડેબ્યૂ કર્યો. સાઉથની ફિલ્મોમાં નામ કમાવ્યા બાદ આણે બૉલિવૂડ ફિલ્મો તરફનું વલણ કર્યું અને આથી ખૂબ જ આગળ વધ્યા.

પહેચાન કૌન?

તસવીરમાં દેખાતી આ ખૂબ જ સુંદર બાળકી એક સમયમાં ચાહકોના મન પર રાજ કરી ચૂકી છે. આ બાળકી ટૉપ એક્ટ્રેસ અને રાજનેતા રહી ચૂકી છે. પછીથી તે સાંસદ પણ બન્યાં. આ બાળકીએ પોતાના સમયમાં લગભગ બધા મોટા સ્ટાર્સની સાથે હીરોઈન તરીકે ફિલ્મોમાં કામ કર્યું. આણે બાળપણમાં ડાન્સર તરીકે ખૂબ જ નામના મેળવી. આની સુંદરતા અને ડાન્સિંગ સ્કિલ જોઈને તેમની પાસે ફિલ્મોની ઑફર પણ સામે ચાલીને આવવા માંડી. 14 વર્ષની ઉંમરમાં તેમણે ફિલ્મોમાં ડેબ્યૂ કર્યો. સાઉથની ફિલ્મોમાં નામ કમાવ્યા બાદ આણે બૉલિવૂડ ફિલ્મો તરફનું વલણ કર્યું અને આથી ખૂબ જ આગળ વધ્યા.

ફોટોમાં દેખાતી આ બાળકીને અત્યાર સુધી તમે ઓળખી શક્યા ન હોવ તો જણાવવાનું કે આ એક્ટ્રેસ જયા પ્રદાનાં બાળપણની તસવીર છે. જયા પોતાના સમયમાં સુંદર અને ગ્લેમરસ એક્ટ્રેસમાંનાં એક હતાં. તેમણે પોતાના સમયમાં ઘણા મોટા સ્ટાર્સ સાથે જોડી બનાવી અને અસંખ્ય હિટ ફિલ્મો આપી. તેમની સુંદરતા અને સ્ટાઇલના કારણે તેમના લાખો ચાહકો છે. જોકે બાદમાં તેઓ ઈન્ડસ્ટ્રી છોડીને રાજનીતિમાં જોવા મળ્યાં હતાં, પરંતુ આજે પણ તેમની ફેન ફોલોઈંગમાં જરાય ઘટાડો થયો નથી. તે હજી પણ ખૂબ જ સુંદર લાગે છે. તાજેતરમાં જ જયા પ્રદાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહ્યાં હતાં.

જણાવવાનું કે, જયાપ્રદાનો જન્મ લલિતા રાણી તરીકે ભારતના આંધ્ર પ્રદેશ રાજ્યમાં સ્થિત રાજમુંદરીના એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેમના પિતા ક્રિષ્ના એક તેલુગુ ફિલ્મ ફાઇનાન્સ જોતા હતા. તેમની માતા નીલવાણીએ તેમનો નાની ઉંમરે જ નૃત્ય અને સંગીતના વર્ગોમાં પ્રવેશ કરાવ્યો હતો. જ્યારે તેઓ ચૌદ વર્ષનાં હતાં, તેમણે પોતાની શાળાના વાર્ષિક સમારોહમાં નૃત્ય રજૂ કર્યું હતું. એક ફિલ્મ નિર્દેશક પણ દર્શકોમાં હતા અને તેમણે જયાપ્રદાને તેલુગુ ફિલ્મ `ભૂમિકોસમ`માં ત્રણ મિનિટનો ડાન્સ કરવાની ઑફર કરી હતી. જયાપ્રદા અચકાઈ, પરંતુ તેમના પરિવારે તેમને ઓફર સ્વીકારવા પ્રોત્સાહિત કર્યાં. ફિલ્મમાં કામ કરવા માટે તેમને માત્ર 10 રૂપિયા આપવામાં આવ્યા હતા, પરંતુ તે પછી તેમને ઘણી ઑફર્સ મળવા લાગી. બાદમાં તે હિન્દી ફિલ્મોમાં પણ જોવા મળ્યાં હતાં.

આ પણ વાંચો : તેલુગુ પૉલિટિક્સમાં શિફ્ટ થવા માગે છે જયા પ્રદા

જયા પ્રદાએ `સરગમ`, `મા`, `ઘર ઘર કી કહાની`, `તુફાન`, `સ્વર્ગ સે સુંદર`, `સંજોગ`, `મુદ્દત`, `સિંદૂર`, `જબરદસ્ત` સહિત અનેક સુપરહિટ ફિલ્મો આપી. `ઝખ્મી`, `ગંગા તેરે દેશ મેં`, `કામચોર`, `આવાઝ`, `પાતાલ ભૈરવી`, `સપનો કા મંદિર` જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

jaya prada bollywood news bollywood bollywood gossips entertainment news amitabh bachchan