02 August, 2025 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ધડક 2’ના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં (ડાબેથી) તૃપ્તિ ડિમરી, મૃણાલ ઠાકુર, સિદ્ધાંત ચતુર્વેદી
સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરીને લીડ રોલમાં ચમકાવતી ‘ધડક 2’ પહેલી ઑગસ્ટે રિલીઝ થઈ રહી છે ત્યારે બુધવારે આ ફિલ્મના એક સ્પેશ્યલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્ક્રીનિંગમાં બૉલીવુડ અને ટીવી-ઇન્ડસ્ટ્રીના અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. આ સ્ક્રીનિંગમાં તૃપ્તિ ડિમરી, સિદ્ધાંત ચતુર્વેદી તથા ફિલ્મના અન્ય કલાકારો જોવા મળ્યાં હતાં. જોકે આ સ્ક્રીનિંગમાં મૃણાલ ઠાકુરની હાજરી આકર્ષણનું કેન્દ્ર બની હતી. હકીકતમાં ‘ધડક 2’ની સાથે જ મૃણાલની ‘સન ઑફ સરદાર 2’ પણ રિલીઝ થઈ રહી છે. આમ છતાં મૃણાલ ખેલદિલી દાખવીને ‘ધડક 2’ના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં હાજર રહી હતી. આ ઇવેન્ટ ધર્મા પ્રોડક્શન્સ અને ફિલ્મના નિર્માતા ઝી સ્ટુડિયો દ્વારા આયોજિત કરવામાં આવી હતી.