સબ્યસાચી મુખરજીનો ડિઝાઇનર ડ્રેસ અને ૨૨.૨૫ લાખ રૂપિયાની કાર્ટિએરની જ્વેલરી

11 March, 2025 06:56 AM IST  |  Abu Dhabi | Gujarati Mid-day Correspondent

અબુ ધાબીમાં દીપિકાએ અપનાવેલો આ લુક ઇન્ટરનેટ પર છવાઈ ગયો છે

દીપિકા પાદુકોણ

ઍક્ટ્રેસ દીપિકા પાદુકોણ ફરી એક વાર ચર્ચામાં છે. તેણે હાલમાં અબુ ધાબીમાં યોજાયેલી એક ઇવેન્ટમાં હાજરી આપી હતી. વિખ્યાત સામયિક ‘ફોર્બ્સ’ની આ ઇવેન્ટનો વિષય હતો ‘બિલ્ડિંગ ગ્લોબલ ઇન્ફ્લુઅન્સ વિથ પર્પઝ’.

આ ફંક્શનમાં હાજરી આપવા ગયેલી દીપિકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેની ગોલ્ડન ડ્રેસમાં ક્લિક કરેલી કેટલીક તસવીરો શૅર કરી છે. આ ડ્રેસ સબ્સસાચી મુખરજીએ ડિઝાઇન કરેલો હતો. આ ઍન્કલ-લંબાઈના ગાઉનમાં શાનદાર ટેક્સ્ચર અને ઝગમગતા સોનેરી થ્રેડ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દીપિકા પાદુકોણે આ ઇવેન્ટ માટે કાર્ટિએર બ્રૅન્ડની લગભગ ૨૨.૨૫ લાખ રૂપિયાની જ્વેલરી પહેરી હતી.

દીપિકાના આ લુક પર પતિ રણવીર સિંહ તો ફિદા થઈ ગયો, સાથે-સાથે નેટિઝન્સે પણ દીપિકાના લુકનાં બહુ વખાણ કર્યાં છે.

deepika padukone abu dhabi viral videos fashion fashion news instagram ranveer singh bollywood news bollywood bollywood events entertainment news