હૉલીવુડની ‘ધ ઇન્ટર્ન’ની રીમેકમાં દેખાશે દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન

06 April, 2021 01:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મારા મોસ્ટ સ્પેશ્યલ કો-સ્ટાર સાથે ફરી કામ કરવાની મને ખૂબ ખુશી છે. ‘ધ ઇન્ટર્ન’ના ઇન્ડિયન ઍડપ્ટેશનમાં અમિતાભ બચ્ચન તમારું સ્વાગત છે.’

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણ ફરી સાથે કામ કરતાં દેખાશે. તેઓ હૉલીવુડની ‘ધ ઇન્ટર્ન’ની હિન્દી રીમેકમાં દેખાશે. હૉલીવુડની ૨૦૧૫માં આવેલી ફિલ્મ ‘ધ ઇન્ટર્ન’ને નૅન્સી મેયર્સ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી જેમાં રૉબર્ટ દ નીરો અને ઍન હૅથવેએ કામ કર્યું હતું. આ ફિલ્મની હિન્દી રીમેકમાં પહેલાં રિશી કપૂર કામ કરવાના હતા, પરંતુ તેમના મૃત્યુ બાદ અમિતાભે પસંદ કરવામાં આવ્યા છે. ‘છપાક’ દ્વારા પ્રોડ્યુસર બનેલી દીપિકા આ ફિલ્મને તેના પ્રોડક્શન-હાઉસ કા પ્રોડક્શન દ્વારા પ્રોડ્યુસ કરશે. તેની સાથે આ ફિલ્મને સુનીલ ખેતરપાલ, વૉર્નર્સ બ્રધર્સ ઇન્ડિયા અને અઝુરે એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે. આ ફિલ્મને અમિત શર્મા ડિરેક્ટ કરશે. આ ફિલ્મમાં રિટારમેન્ટ બાદ અમિતાભ ફરી જૉબ માટે અપ્લાય કરતા જોવા મળશે અને દીપિકા તેમની બૉસ તરીકે દેખાશે. ફિલ્મનું પોસ્ટર શૅર કરીને દીપિકાએ લખ્યું હતું કે ‘મારા મોસ્ટ સ્પેશ્યલ કો-સ્ટાર સાથે ફરી કામ કરવાની મને ખૂબ ખુશી છે. ‘ધ ઇન્ટર્ન’ના ઇન્ડિયન ઍડપ્ટેશનમાં અમિતાભ બચ્ચન તમારું સ્વાગત છે.’

amitabh bachchan entertainment news deepika padukone bollywood news bollywood