‘ઓમકારા’માં લૉન્ચ થયો હતો, ‘ભોલા’માં રી-લૉન્ચ થઈ રહ્યો છું : દીપક ડોબરિયાલ

08 March, 2023 02:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે અજય દેવગન સાથે ૨૦૦૬માં આવેલી ‘ઓમકારા’માં કામ કર્યું હતું

દીપક ડોબરિયાલ

દીપક ડોબરિયાલનું કહેવું છે કે અજય દેવગનની ‘ભોલા’ દ્વારા તે રી-લૉન્ચ થઈ રહ્યો છે. તેણે અજય દેવગન સાથે ૨૦૦૬માં આવેલી ‘ઓમકારા’માં કામ કર્યું હતું. આ ફિલ્મ દ્વારા તેને ઓળખ મળી હતી. અજય દેવગન સાથે ફરી કામ કરવા વિશે દીપકે કહ્યું કે ‘મને હંમેશાં તેમની સાથે ઇન્ટેન્સ રોલ જ મળે છે. ‘ઓમકારા’માં પણ ઇન્ટેન્સ હતો અને ‘ભોલા’માં પણ. આ એક સારો અનુભવ રહ્યો છે. ‘ઓમકારા’ મારો લૉન્ચ હતો અને ‘ભોલા’મારું રી-લૉન્ચ છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood ajay devgn deepak dobriyal upcoming movie