કુલી નંબર વન આ દિવસે થશે રિલીઝ, વરૂણ અને સારા છે લીડ રોલમાં

02 May, 2019 01:57 PM IST  |  મુંબઈ

કુલી નંબર વન આ દિવસે થશે રિલીઝ, વરૂણ અને સારા છે લીડ રોલમાં

કુલી નંબર વનની રીમેક આવતા વર્ષે થશે રિલીઝ

ડેવિડ ધવનની સુપરહિટ ફિલ્મ 'કુલી નંબર વન'ની રીમેકની ચર્ચા ઘણા દિવસોથી હતી. આ ફિલ્મમાં સારા અલી ખાન અને વરૂણ ધવન લીડ રોલમાં છે. અને હવે આ ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે. આ ફિલ્મ 2020માં રિલીઝ થશે.

ફિલ્મ કુલી નંબર વનની રીમેક 1 મે 2020ના દિવસે આવશે. જેને લઈને વરૂણે ટ્વીટ કર્યું અને ફિલ્મની રિલીઝ ડેટની જાણકારી આપી. અને પોસ્ટમાં લખ્યું કે, 'આજના દિવસે,આવતા વર્ષે આવશે કુલી નંબર વન- થશે કમાલ.' કુલી નંબર વન 1 મે 2020ના દિવસે રિલીઝ થશે.

ફિલ્મની લીડ એક્ટ્રેસ સારા અલી ખાને પણ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. એમાં તેમણે ફિલ્મની રિલીઝની તારીખ પર શેર કરી છે. ખાસ વાત એ છે કે, વરૂણ ધવન અને સારા અલી ખાન પહેલી વાર આ ફિલ્મના માધ્યમથી મોટી સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે. વરૂણ ધવનની એક્ટિંગ તો તેમને અનેક સુપરહિટ ફિલ્મમાં જોવા મળી મળી ચુકી છે. તો સારા પણ સિંબા અને કેદારનાથમાં પોતાની એક્ટિંગનો જલવો બતાવી ચુકી છે. હવે બંને દર્શકો સામે કુલી નંબર વનના માધ્યમથી આવશે.

આ પણ વાંચોઃ વરૂણ ધવન 2020માં નતાશા સાથે કરશે લગ્ન, ડેવિડ ધવને આપી જાણકારી

કુલી નંબર વન ફિલ્મ 30 જૂન 1995ના દિવસે રિલીઝ થઈ હતી અને તેને ડેવિડ ધવને ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં ગોવિંદા અને કરિશ્મા કપૂર લીડ રોલમાં હતા. હવે ફરી એક વાર ડેવિડ ધવન જ તેની રીમેક બનાવવા જઈ રહ્યા છે.

david dhawan varun dhawan sara ali khan