વડોદરામાં કેમિસ્ટ તરીકે પહેલી જૉબ કરી હતી નવાઝુદ્દીને

18 September, 2022 12:36 PM IST  |  Mumbai | Harsh Desai

ઍક્ટિંગમાં ઊંડા ઊતરી જવાનો ડર રાખનાર તે મટીરિયલિસ્ટિક વસ્તુ પર વધુ પૈસા ખર્ચ નથી કરતો

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકી એકથી એક પર્ફોર્મન્સમાં તેનું અલગ આપવાની કોશિશ કરે છે. તે હવે ‘હડ્ડી’, ‘ટીકુ વેડ્સ શેરુ’ અને ‘જોગીરા સારા રા રા’ જેવી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. નાનાં-નાનાં પાત્રો ભજવનાર નવાઝુદ્દીન તેની ઍક્ટિંગ દ્વારા તેની ટૅલન્ટને પુરવાર કરી છે. હીરો હોય કે વિલન, તેની ઍક્ટિંગ દ્વારા તે દરેક પાત્રને સ્ક્રીન પર જીવંત કરે છે.

પોતાની જાતને પાંચ શબ્દોમાં કેવી રીતે વર્ણવશો?
કન્ફ્યુઝ્ડ, કૅરફ્રી અને ક્યુરિયસ. હું પોતાને આટલા જ શબ્દમાં વર્ણવીશ.

ચહેરા પર કઈ વાતથી સ્માઇલ આવી જાય છે અને શાનો ડર લાગે છે?
કોઈ ચોક્કસ દૃશ્યમાં મને જે જોઈતું હોય એ હું મેળવી લઉં તો મારા ચહેરા પર સ્માઇલ આવી જાય છે. હું ઍક્ટિંગમાં વધુપડતો ઊંડો ઘૂસી જાઉં તો મને ડર લાગે છે. 

ડેટ પર કોઈને લઈ જવા હોય તો ક્યાં લઈ જશો અને કેમ?
હમણાં તો એવું કોઈ નથી જેને મને ડેટ પર લઈ જવાની ઇચ્છા હોય.

સૌથી વધુ પૈસાનો ઉપયોગ શું ખરીદવામાં કરો છો?
હું કોઈ પણ મટીરિયલિસ્ટિક વસ્તુ પર વધુ પૈસા નથી ખર્ચતો.

તમારું અટેન્શન કોઈએ મેળવવું હોય તો શું કરવું જોઈએ?
મારું અટેન્શન મેળવવા માટે એક જ રસ્તો છે અને એ છે ઍક્ટિંગ વિશે વાત કરવી.

તમારા વિશે એવી કઈ વાત છે જે લોકો હંમેશાં યાદ રાખે એવી તમારી ઇચ્છા છે?
મને કેવી રીતે યાદ રાખવો એની છૂટ પણ હું લોકોને જ આપીશ. દરેક તેમની રીતે યાદ રાખી શકે છે.

ફૅન્સ દ્વારા કરવામાં આવેલી સૌથી વિચિત્ર અથવા તો સ્પેશ્યલ વસ્તુ કઈ છે?
મારા દરેક ફૅન અને તેમનો અનકન્ડિશનલ પ્રેમ મારા માટે હંમેશાં એકસરખા સ્પેશ્યલ છે.

તમારી સૌથી યુઝલેસ ટૅલન્ટ કઈ છે?
જો કોઈ વસ્તુ યુઝલેસ હોય તો પછી તમે એને ટૅલન્ટ નહીં કહી શકો.

પહેલી જૉબ કઈ હતી?
હું વડોદરામાં પેટ્રોકેમિકલ ફૅક્ટરીમાં કેમિસ્ટ હતો.

ફેવરિટ કપડાં કયાં છે જે હજી પણ સાચવીને રાખ્યાં હોય?
મારો પહેલો કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પહેરેલો સૂટ મેં હજી પણ સાચવીને રાખ્યો છે.

સૌથી ડેરિંગવાળું કામ આજ સુધી કયું કર્યું છે?
હું પંદર વર્ષનો હતો ત્યારે મારા ઘરેથી પંદર દિવસ માટે ભાગી ગયો હતો. જોકે ફરી પાછો પોતે જ ઘરે પણ આવી ગયો હતો.

એવી કઈ વસ્તુ છે જેને હજી પણ તમે એક મિસ્ટરી બનાવીને રાખી છે?
જો હું આનો જવાબ આપી દઈશ તો એ મિસ્ટરી નહીં રહે. એથી આપણે એને મિસ્ટરી જ બનાવીને રાખીએ.

entertainment news bollywood bollywood news bollywood gossips nawazuddin siddiqui harsh desai