લોકપ્રિય અભિનેતા Satish Kaushikનું 66 વર્ષે હાર્ટ એટેકથી નિધન

09 March, 2023 10:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્રખ્યાત અભિનેતા અને ડિરેક્ટર સતીશ કૌશિક (Satish Kaushik Death)નું નિધન થયું છે. સતીશ કૌશિકે 66 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે.

સતીશ કૌશિક

બૉલિવૂડ માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત અભિનેતા અને ડિરેક્ટર સતીશ કૌશિ (Satish Kaushik Death)નું નિધન થયું છે. સતીશ કૌશિકે 66 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે. સતીશ કૌશિકના નજીકના મિત્ર અનુપમ ખેર (Anupam Kher on Satish Kaushik Demise)સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ અંગેની માહિતી આપી છે. તેણે સતીશ કૌશિક સાથે એક ફોટો શેર કર્યો અને લખ્યું, હું જાણું છું “મૃત્યુ આ દુનિયાનું અંતિમ સત્ય છે!.

અનુપમ ખેરે ટ્વીટ કરીને પોતાના સૌથી ખાસ મિત્રને ગુમાવવાનું દુઃખ વ્યક્ત કર્યું છે. સતીશ કૌશિક(Satish Kaushik Dies)સાથેની તસવીર શેર કરતાં તેણે લખ્યું, "હું જાણું છું `મૃત્યુ આ દુનિયાનું અંતિમ સત્ય છે!` પણ મેં સપનામાં પણ વિચાર્યું નહોતું કે હું જીવતા જીવે રહીને મારા ખાસ મિત્ર સતીશ કૌશિક વિશે આ લખીશ. 45 વર્ષની મિત્રતા પર અચાનક પૂર્ણવિરામ !! સતીશ તારા વિના જીવન ક્યારેય સરખું નહીં રહે! ઓમ શાંતિ!"

સતીશ કૌશિકનું હાર્ટ એટેકથી નિધન થયું છે. અભિનેતા અનુપમ ખેરે એબીપી ન્યૂઝ ડૉટ કૉમ સાથેની ખાસ વાતચીતમાં તેમના મિત્રના મૃત્યુ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે સતીશ કૌશિકનો મૃતદેહ હાલમાં ગુડગાંવની ફોર્ટિસ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ આજે બપોરે તેમના મૃતદેહને મુંબઈમાં તેમના ઘરે લાવવામાં આવશે અને ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર અહીં કરવામાં આવશે. સતીશ કૌશિક ગુડગાંવમાં કોઈના ફાર્મહાઉસમાં કોઈને મળવા ગયા હતા. ફાર્મહાઉસથી પરત ફરતી વખતે કારમાં જ સતીશ કૌશિકને હાર્ટ એટેક આવ્યો અને ત્યારબાદ તેમને ગુડગાંવની ફોર્ટિસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

સતીશ કૌશિકે બોલિવૂડમાં દરેક જોનરમાં કામ કર્યું છે. એક ઉત્તમ અભિનેતા હોવા ઉપરાંત, તેઓ સ્ક્રિપ્ટ રાઈટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર પણ હતા. તેણે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત ફિલ્મ `જાને ભી દો યારોં`થી કરી હતી. તેને તેની અસલી ઓળખ ફિલ્મ `મિસ્ટર ઈન્ડિયા`થી મળી હતી. તેણે રામ લખન, સાજન ચલે સસુરાલ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તે ટૂંક સમયમાં કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીમાં જોવા મળવાના હતા. થોડા સમય પહેલા તેનો ફર્સ્ટ લુક રિલીઝ થયો હતો.

bollywood news anupam kher satish kaushik entertainment news mumbai