ચોથી ડિસેમ્બરે બ્રહ્માસ્ત્ર રિલીઝ થવાની જાહેરાત કરી કરણ જોહરે

03 February, 2020 03:01 PM IST  |  Mumbai

ચોથી ડિસેમ્બરે બ્રહ્માસ્ત્ર રિલીઝ થવાની જાહેરાત કરી કરણ જોહરે

‘બ્રહ્માસ્ત્ર’

કરણ જોહરે જાહેરાત કરી છે કે ‘બ્રહ્માસ્ત્ર’ આ વર્ષે ચોથી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મની રિલીઝ-ડેટ અનેક વાર બદલવામાં આવી છે. આ ફિલ્મને કરણ જોહરે પ્રોડ્યુસ કરી છે અને અયાન મુખરજીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને મૌની રૉય લીડ રોલમાં જોવા મળશે. અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અયાન મુખરજીનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને કરણ જોહરે ટ્વીટ કર્યું હતું, ‘આ ફાઇનલ છે. ૨૦૨૦ની ૪ ડિસેમ્બરે ‘બ્રહ્માસ્ત્ર’ હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થવાની છે.’

Brahmastra ranbir kapoor alia bhatt ayan mukerji amitabh bachchan dimple kapadia karan johar bollywood news