૩૮ વર્ષનો સથવારો

29 January, 2023 11:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બમન ઈરાનીએ મૅરેજ-ઍનિવર્સરી નિમિત્તે વાઇફ ઝીનોબિયા સાથેનો ફોટો શૅર કરીને રોમૅન્ટિક નોટ લખી છે

૩૮ વર્ષનો સથવારો

બમન ઈરાનીએ મૅરેજ-ઍનિવર્સરી નિમિત્તે વાઇફ ઝીનોબિયા સાથેનો ફોટો શૅર કરીને રોમૅન્ટિક નોટ લખી છે. બમન ઈરાની ‘મુન્નાભાઈ’ ફ્રૅન્ચાઇઝી માટે જાણીતા છે. ગયા વર્ષે અમિતાભ બચ્ચન સાથેની તેની ‘ઊંચાઈ’ રિલીઝ થઈ હતી. તે હવે શાહરુખ ખાન સાથે ‘ડંકી’માં પણ દેખાવાના છે. વાઇફ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને બમન ઈરાનીએ કૅપ્શન આપી હતી, ‘૩૮ વર્ષથી એક જ મકાનમાં સાથે રહીએ છીએ. ૪૧ વર્ષથી આપણી એક જ ધડકન છે. તેં મને શીખવાડ્યું છે કે આર્ગ્યુમેન્ટમાં જીતવું એ એક પ્રકારે હાર જ છે, કારણ કે એ સ્ટુપિડ અને કારણ વગરની જીત ગણાય છે. એથી સમયની બરબાદી ન કરવી. જોકે આ વાત તું ત્યારે જ કહે છે જ્યારે તું આર્ગ્યુમેન્ટમાં હારી જાય છે. હૅપી-ઍનિવર્સરી ઝીનુ.’

entertainment news bollywood news boman irani