05 September, 2025 12:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નીલ નીતિન મુકેશ, સની દેઓલ અને અનન્યા પાંડેએ કર્યાં બાપ્પાનાં દર્શન
હાલમાં ગણેશોત્સવની પુરજોશમાં ઉજવણી ચાલી રહી છે ત્યારે નીલ નીતિન મુકેશ, સની દેઓલ અને અનન્યા પાંડેએ અલગ-અલગ ગણપતિ પંડાલની મુલાકાત લઈને બાપ્પાનાં દર્શન કર્યાં હતાં. ગણપતિના આશીર્વાદ લેવા માટે નીલ નીતિન મુકેશ લાલબાગચા રાજાનાં દર્શન માટે પહોંચ્યો હતો. તેના સિવાય સની દેઓલ ટી-સિરીઝની ઑફિસમાં ભૂષણ કુમાર સાથે ઑફિસમાં આયોજિત ગણેશ ઉત્સવમાં બાપ્પા સમક્ષ પ્રાર્થના કરતો જોવા મળ્યો હતો.
અનન્યા પાંડે પણ આશિષ શેલારના ઘરે આયોજિત ગણેશ ઉત્સવમાં દર્શન કરવા પહોંચી હતી. પરંપરાગત વસ્ત્રોમાં દર્શન કરવા આવેલી અનન્યાએ વિધિવિધાનથી પૂજા કરીને આશીર્વાદ લીધા હતા.