‘ચહેરે’, ‘ધી બિગ બુલ’ આ ફિલ્મો સાથે બંન્ને બચ્ચન્સ સાથે કામ કરનારા પહેલા પ્રોડ્યુસર આનંદ પંડિત

31 March, 2021 03:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જાણીતા ગુજરાતી પ્રોડ્યુસર આનંદ પંડિતના બેનર હેઠળ બે ફિલ્મો એપ્રિલમાં રિલીઝ થવા જઇ રહી છે. એક છે ઇમરાન હાશ્મી અને અમિતાભ બચ્ચનની ચહેરે તો બીજી છે અભિષેક બચ્ચનની ધી બિગ બુલ.

આનંદ પંડિત ચુનિંદા વિષયો પર મેઇનસ્ટ્રીમ બૉલીવુડ ફિલ્મો પ્રોડ્યુસ કરતા આવ્યા છે

જાણીતા ગુજરાતી પ્રોડ્યુસર આનંદ પંડિતના બેનર હેઠળ બે ફિલ્મો એપ્રિલમાં રિલીઝ થવા જઇ રહી છે. એક છે ઇમરાન હાશ્મી અને અમિતાભ બચ્ચનની ચહેરે તો બીજી છે અભિષેક બચ્ચનની ધી બિગ બુલ. બચ્ચન સિનિયર અને બચ્ચન જુનિયર બંન્ને સાથે બે અલગ પ્રોજેક્ટ પર કામ કરનારા તે પહેલા પ્રોડ્યુસર છે.  ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે વાત કરતાં આનંદ પંડિતે જણાવ્યું કે, “બંન્ને ફિલ્મોને લઇને હું એક્સાઇટેડ છું, પહેલાં તો બંન્નેની રિલીઝ ડેટ પણ એક જ હતી જે પછી આગળ પાછળ કરી.”

ધી બિગ બુલની સરખામણી તાજેતરમાં આવેલી સિરીઝ સ્કેમ 1992 સાથે થઇ શકે છે તે અંગે તેમણે કહ્યું, “બંન્ને પ્લેટફોર્મ્સ અલગ છે. સરખામણી ન થવી જોઇએ કારણકે ફિલ્મ અને વેબસિરીઝ માધ્યમ જુદાં છે. વળી મારી ફિલ્મમાં જે વાત છે તે એક ગરીબ માણસની શ્રીમંતાઇ સુધીની સફરની વાત છે, કોઇ એક માણસને આધારે આ ફિલ્મનું કથાનક નથી બન્યું અને માટે જ હું કહીશ કે આ વાર્તા જુદી છે.”

ચહેરે ફિલ્મની વાત કરતાં તે કહે છે, “અમિતાભ બચ્ચનને પણ આ સ્ક્રીપ્ટને અને પાત્ર બહુ જ ગમ્યાં છે. આ ફિલ્મમાં એક સંદેશ છે કે તમે કદાચ તંત્રને કારણે છૂટી જઇ શકો છો પણ તમે ગુનાગાર હો તો તમને સજા થવી જ જોઇએ. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો એક 14 મિનીટનો મોનોલૉગ છે જે તેમણે એક જ ટેકમાં પરફોર્મ કર્યો હતો. આ ફિલ્મ માસ અને ક્લાસ બંન્ને પ્રકારના ઑડિયન્સિઝને ગમશે તેની મને ખાતરી છે.”

આનંદ પંડિતે મરાઠી ફિલ્મ વેલ ડન બેબી પણ પ્રોડ્યુસ કરી છે, જો કે તેઓ સ્પષ્ટ છે કે તેમનું ફોકસ મેઇન સ્ટ્રીમ હિન્દી ફિલ્મો જ છે પણ તેઓ સારી પ્રોડક્શન વેલ્યુ ધરાવતી રિજનલ ફિલ્મોને પ્રોડ્યુસ કરશે.

ઓટીટી અને થિએટર બંન્નેના તફાવતની વાત કરતાં તેઓ કહે છે, “ઓટીટી પ્લેટફોર્મ પર નંબર્સ સિક્યોર હોય છે, તેની કોઇ ફ્લિપ સાઇડ ન હોય અને તમને જે તે પ્લેટફોર્મ પરથી શું ઑફર મળે છે તે જ અગત્યની હોય છે. થિએટરમાં આખી બાજી દર્શકોના હાથમાં હોય છે, ત્યાં બંધ મુઠ્ઠી લાખની જેવો ઘાટ હોય છે.”

આનંદ પંડિત એક પ્રોડ્યુસર તરીકે હંમેશા એવી જ ફિલ્મો સાથે સંકળાવાનું પસંદ કરે છે જે પરિવાર સાથે બેસીને જોઇ શકાય, વળી એ સાચા ગુજરાતીની જેમ એમ માને છે કે કોર્મસ વિના ક્રિએટિવીટી હોય તો તેનો પણ કોઇ અર્થ

amitabh bachchan abhishek bachchan emraan hashmi bollywood news entertainment news