આલિયા માટે વિલન બનશે બૉબી?

29 March, 2024 06:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યશરાજ ફિલ્મ્સની જાસૂસ પર આધારિત ફિલ્મમાં તે એક વાર ફરી નેગેટિવ પાત્ર ભજવશે એવી ચર્ચા

અલિયા ભટ્ટ , બોબી દેઓલ

આલિયા ભટ્ટની જાસૂસ પર આધારિત ફિલ્મમાં બૉબી દેઓલ હવે વિલનના રોલમાં જોવા મળશે એવી ચર્ચા છે. યશરાજ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મનું નામ હજી સુધી નક્કી નથી થયું. આ પ્રોડક્શન-હાઉસ દ્વારા બનેલી આ પહેલી મહિલા જાસૂસ પર આધારિત ફિલ્મ છે, જેમાં હિરોઇન લીડમાં હોય. આ ફિલ્મમાં આલિયા સાથે શર્વરી વાઘ પણ જોવા મળશે. બૉબીનું ‘ઍનિમલ’નું પાત્ર દર્શકોને ખૂબ ગમ્યું હતું એટલે તેને ફરી પાછું વિલનનું પાત્ર ઑફર થયું છે અને તેણે આ ફિલ્મ સાઇન કરી લીધી હોવાની પણ ચર્ચા છે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ થશે.

entertainment news bobby deol alia bhatt yash raj films bollywood buzz bollywood news bollywood gossips