મહિલાઓને યોગ્ય રીતે દેખાડવામાં આવે એવાં જ પાત્ર પસંદ કરે છે ભૂમિ પેડણેકર

29 September, 2021 04:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મને ખુશી છે કે મને મળતી સ્ક્રિપ્ટની ઑફર્સમાંથી હું મારી આ પસંદને જાળવી શકી છું. મને ખુશી છે કે મને એવા ડિરેક્ટર્સ મળ્યા છે જેમના વિઝનને કારણે સોસાયટીમાં એક પૉઝિટિવ ઇમેજ બનાવી શકાય છે.

ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકરનું કહેવું છે કે તે એવાં જ પાત્રોને પસંદ કરે છે જેમાં મહિલાઓને યોગ્ય રીતે દેખાડવામાં આવી હોય. તેને આવાં પાત્રો ઑફર કરવામાં આવે છે એ માટે તે ડિરેક્ટર્સનો આભાર પણ માને છે. તેણે ‘દમ લગા કે હઈશા’, ‘ટૉઇલેટ : એક પ્રેમ કથા’, ‘શુભ મંગલ સાવધાન’ અને ‘સાંડ કી આંખ’ જેવી અલગ-અલગ ફિલ્મોમાં કામ કર્યું છે. આ વિશે ભૂમિએ કહ્યું હતું કે ‘મારી ફિલ્મોની ચૉઇસને લઈને હું પહેલેથી એકદમ સુપર કૉન્ફિડન્ટ છું. હું હંમેશાંથી મારાં પાત્રોને એકદમ અલગ અને યુનિક ઇચ્છતી હતી જેમાં એક મેસેજ હોય અને મહિલાઓને યોગ્ય રીતે દેખાડવામાં આવતી હોય. એક મહિલા તરીકે મારી જવાબદારી છે કે મહિલાઓની ડિગ્નિટીને જાળવી રાખતી ફિલ્મોને હું પસંદ કરું. મને ખુશી છે કે મને મળતી સ્ક્રિપ્ટની ઑફર્સમાંથી હું મારી આ પસંદને જાળવી શકી છું. મને ખુશી છે કે મને એવા ડિરેક્ટર્સ મળ્યા છે જેમના વિઝનને કારણે સોસાયટીમાં એક પૉઝિટિવ ઇમેજ બનાવી શકાય છે. હું નસીબદાર છું કે મને આવાં પાત્રો મળ્યાં. હું મારાં પાત્રો સાથે અલગ રીતે કનેક્ટ થાઉં છું અને એથી જ લોકોને એ પસંદ પડે છે. ભારતીય મહિલાઓને એક મૉડર્ન રીતે સ્ક્રીન પર દેખાડવા માટે હું મારા પ્રોડ્યુસરો અને ડિરેક્ટરોની આભારી છું.’

bollywood news bollywood bollywood gossips entertainment news bhumi pednekar